શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક વિડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાત પોલીસના નામથી ચેતવણીનો મેસેજ આપવામાં આવી રહી છે. આ વિડિયોમાં કાગળ સુંઘાણીને કિડનેપ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત પોલીસ દ્વારા કાગળ સુંઘાણીને બેભાન કરતી ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ગેંગ ગુજરાતમાં સક્રિય નથી, તેમજ આ અંગેની કોઈ ફરિયાદ હજુ સુધી ગુજરાતમાં નોંધાઈ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત પોલીસ દ્વારા કાગળ સુંઘાણીને બેભાન કરતી ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોની માહિતી અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને આ પ્રકારની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમે સ્ટારન્યુઝ ગુજરાતી લાઈવનો ઓરિજનલ વિડિયો પણ શોધ્યો હતો. જેને અમે ધ્યાનથી સાંભળ્યો પરંતુ તેમાં પણ ક્યાંય કોઈ પોલીસ અધિકારી કે કોઈ શહેરનું નામ લખવામાં આવ્યુ ન હતુ, જે તમે નીચે સાંભળી શકો છો.

Archive

ત્યારબાદ અમે અમદાવાદ સાઈબર ક્રાઈમના એસીપી જીતુ યાદવનો સંપર્ક સાધ્યો હતો, તેણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ ગેંગની હજુ સુધી ફરિયાદ આવી નથી, કે આવી કોઈ ઘટના બનવા પામી નથી, લોકોને ડરાવવા આ મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. લોકોએ અફવાઓથી દૂર રહેવુ જોઈએ.” 

તેમજ અમે ગુજરાતના ડીજીપી આશીષ ભાટિયાનો પણ સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ઘટના સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ બનાવા પામી નથી, આવી કોઈ ગેંગ કાર્યરત હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યુ નથી, તેમજ આ મેસેજ અંગેની સત્યતા તપાસવા અમે પગલા ભરીશુ.” 

આ પ્રકારનો 300 બાંગ્લાદેશીનો મેસેજ પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો હતો, જેનું પણ ફેક્ટ ચેક ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા કરવામાં આવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ગેંગ ગુજરાતમાં સક્રિય નથી, તેમજ આ અંગેની કોઈ ફરિયાદ હજુ સુધી ગુજરાતમાં નોંધાઈ નથી.

Avatar

Title:શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False