શું ખરેખર એક અઠવાડિયામાં જ મટી જશે કેન્સર…? જાણો શું છે સત્ય…

False તબીબી I Medical

Mojemastram- મોજે મસ્તરામ  નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 28 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, આ વસ્તુના માત્ર 3 દાણા ખાવાથી ૧ અઠવાડિયામા જ ગમે તેવુ કેન્સર પણ થઈ જશે નાબુદ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 89 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી.. તેમજ 82 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વસ્તુના માત્ર 3 દાણાખાવાથી 1 અઠવાડિયામાં જ ગમે તેવુ કેન્સર પણ નાબુદ થઈ જશે…

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે કેન્સરનો રોગ નાબુદ થઈ શકતો હોય તો ગુજરાતી વેબસાઈટ સિવાય અન્ય વેબસાઈટ પર પણ ક્યાંક ને ક્યાંક તો આ અંગે પોતાના મંતવ્ય આપવામાં આવ્યા જ હોય. તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર क्या सही में एक हप्ते मे मीट शकता है केन्सर? લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

screenshot-www.google.com-2019.06.11-23-34-02.png

Google | Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની વિગતો પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને ત્યાં પણ અમે क्या सही में एक हप्ते मे मीट शकता है केन्सर? લખતા અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.11-23-38-50.png

YouTube | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં દાવા અંગે કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસને આગળ વધારી હતી. ત્યાર બાદ અમે પોસ્ટના આર્ટિકલના લખાણ મજબ ગુગલમાં સફેદ મરીના 3 દાણા રોજ ખાવાથી મટી જશે કેન્સર સર્ચ કરતા અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.11-23-42-59.png

Google | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ માહિતી ન મળતાં અમે યુટ્યુબમાં સફેદ મરીના 3 દાણા રોજ ખાવાથી મટી જશે કેન્સર સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.12-00-02-35.png

YouTube | Archive

યુટ્યુબ પર પણ ક્યાંય એક અઠવાડિયામાં સફેદ મરી ખાવાથી કેન્સર મટી જાય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી સંશોધનના અંતે અમે આયુર્વેદના નિષ્ણાત ડૉ. ગિરિશ કટેરિયા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ ઉપચાર આયુર્વેદમાં નથી, તેમજ શાસ્ત્રમાં પણ આ પ્રકારે કોઈ ઉપચાર થતો હોવાનું જણાવવામાં આવ્યું નથી, જો કે, કોઈ વ્યક્તિ દ્વારા ઘરેલુ ઉપચાર કરવામાં આવ્યો હોય અને પરિણામ મળ્યું હોય તો તેને નકારી શકાય નહીં

2019-06-12.png

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, હજુ સુધી કેન્સરને એક અઠવાડિયામાં જ નાબુદ કરી શકે એવી કોઈ દવા, ઔષધી, કે કોઈ ઉપચાર શોધાયો જ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર એક અઠવાડિયામાં જ મટી જશે કેન્સર…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False