
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભક્તો તમે બુખારીનો વિરોધ કરો ને ભાજપ એના તળિયા ચાટે, મુસ્લિમ તુષ્ટિકરણ કરો વોટ માટે.. બનેવી બનાવો ભક્તો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 171 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મનોજ તિવારી મુસ્લિમ વોટ માટે જામા મસ્જિદના ઈમામ બુખારીને મળ્યા હતા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં દિલ્હીમાં ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મિડિયામાં ઘણા ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મનોજ તિવારી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. તારીખ 7 મે 2017ના કરવામાં આવેલા આ ટ્વિટમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીજીએ મારા ઘરે આવી મારા ખબર-અતર પુછયા જેનાથી હું ખૂબ જ આશ્ચર્ય પામ્યો.”
ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, મનોજ તિવારીના ઘર પર હુમલો થયો હતો. “તે બાદ બુખારી મનોજ તિવારીની તબિયત પુછવા તેમના ઘરે ગયા હોવાનું તેમણે બહાર નિકળી મિડિયાને જણાવ્યુ હતુ.” સંદેશ ન્યુઝ દ્વારા પ્રસારિત અહેવાલમાં તમે તે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવા આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. તેમજ મનોજ તિવારી બુખારીને મળવા ન હતા ગયા બુખારી મનોજ તિવારીને તેમના ઘરે મળવા ગયા હતા.

Title:શું ખરેખર મનોજ તિવારી મુસ્લિમ વોટ માટે બુખારીને હાલમાં મળવા ગયા હતા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
