આ વીડિયોને પેંગોંગ ત્સો લેક કે ભારતીય અપાચે હેલિકોપ્ટર સાથે કોઈ જ સંબંધ નથી… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Kiran Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Superb..!!Our Apache attack helicopters patrol over Pangong Tso in Ladakh….!!!! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખના પેંગોંગ ત્સો લેક ખાતે ભારતીય અપાચે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેનો છે. આ પોસ્ટને 19 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.10-22_35_34.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખના પેંગોંગ ત્સો લેક ખાતે ભારતીય અપાચે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને Hangar 24 Craft Brewing  નામના એક ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 23 જૂન, 2020 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ વીડિયો અમેરિકામાં આવેલા હવાસુ લેકનો છે.

Embed –

Archive

આ વીડિયોની નીચે અમને એક ફેસબુક યુઝર રોન વોરેનની પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ હતી. જેઓએ આજ વીડિયો સાથે એવું લખ્યું હતું કે, બીજા વધારાના એક વ્યૂ સાથેનો વીડિયો. અમે ફક્ત ભવિષ્યના પાયલોટને રિક્રૂટ કરી રહ્યા હતા.

image3.png


ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ લેક હવાસુ (લેક હાવસુ સિટી કન્વેશન અને વિઝિટર્સ બ્યુરો) ના ફેસબુક પેજ પર સંપર્ક કર્યો અને તેમને આ સ્થાન વિશે પૂછતાં તેમણે અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો અમેરિકામાં સ્થિત હવાસુ લેકનો છે, ભારતના પેંગોંગ ત્સો લેકનો નહીં.”


આ સિવાય અમને ગુગલ પર ભારતના અપાચે હેલિકોપ્ટરની તસવીર મળી. જેના પરિણામે અમને એ જાણવા મળ્યું કે, ભારતના અપાચે હેલિકોપ્ટરનો રંગ ભૂખરો છે પરંતુ વીડિયોમાં આપણે કાળા હેલિકોપ્ટર જોઇ શકીએ છીએ. નીચે તમે ભારતના અપાચે હેલિકોપ્ટરની તસવીર જોઈ શકો છો.

image1.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતમાં લદાખના પેંગોંગ ત્સો લેક ખાતે પેટ્રોલિંગ કરતા ભારતના અપાચે હેલિકોપ્ટરનો નહીં પરંતુ અમેરિકાના હવાસુ લેક પર ઉડી રહેલા હેલિકોપ્ટરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતમાં લદાખના પેંગોંગ ત્સો લેક ખાતે પેટ્રોલિંગ કરતા ભારતના અપાચે હેલિકોપ્ટરનો નહીં પરંતુ અમેરિકાના હવાસુ લેક પર ઉડી રહેલા હેલિકોપ્ટરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:આ વીડિયોને પેંગોંગ ત્સો લેક કે ભારતીય અપાચે હેલિકોપ્ટર સાથે કોઈ જ સંબંધ નથી… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False