વોટ્સએપ DPને લઈ ચીની હેકરોને લઈ ફેલાવવામાં આવતો મેસેજ ખોટો છે…..જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mohit Brambhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હાય, જો કોઈની માતા કે બહેનએ પોતાનો ફોટોનો ડીપી WhatsApp પર પોસ્ટ કર્યો હોય, તો તરત જ તેને બદલવા માટે કહો કારણ કે WhatsApp પર આઈએસઆઈએસ અને ચીનનાં હેકર્સ છે જેમની પાસે તમારો વોટ્સએપ નંબર અને માહિતી નથી. તમારા પોતાના અશ્લીલ ફોટો બનાવવા માટે તેઓએ તમારા પ્રોફાઇલ ફોટોનો દુરૂપયોગ કર્યો છે. WhatsApp ના CEO એ વિનંતી કરી છે કે તમે તમારો પોતાનો પ્રોફાઇલ ફોટો થોડા દિવસો માટે નહીં રાખો. તમારી સલામતી માટે વ WhatsApp એન્જિનિયરો હંમેશાં સહયોગ કરશે. શક્ય તેટલું જલ્દી આ સંદેશ આગળ ધપાવો. ખાસ કરીને યુવાન છોકરીઓ માટે આભાર એ.કે. મિત્તલ (IPS) 9849436632 છે Commissioner of Delhi કૃપા કરીને તમારા બધા મિત્રો ને પણ ફોરવર્ડ કરો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આઈએસઆઈએસ અને ચીની હેકરો ભારતીય વપરાશકર્તાઓના વોટ્સએપ ડીપી ચોરી કરશે અને તેનો દુરૂપયોગ કરશે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ વાયરલ સંદેશમાં બે મુખ્ય મુદ્દા છે. એક તો વોટ્સએપના સીઈઓએ આ માહિતી આપી છે અને દિલ્હી પોલીસ કમિશનર એ. કે. મિત્તલ દ્વારા તે મુજબની લોકોને અપીલ કરી છે.

પરંતુ દિલ્હીના હાલના પોલીસ કમિશનરનું નામ એસ. એન. શ્રીવાસ્તવ છે. દિલ્હી પોલીસની સત્તાવાર વેબસાઇટ પર અમે એ કે મિત્તલ નામના કોઈ પોલીસ અધિકારી છે કે નહિં તે શોધતા જાણવા મળ્યું હતું કે મિત્તલ નામના કોઈ પણ અધિકારી પોલીસ કમિશનર બન્યા નથી.

તેમજ મેસેજમાં આપેલો મોબાઈલ નંબર બંધ છે. આ નંબર ટ્રુકોલર એપ્લિકેશન પર અરશદ અલીનો હોવાનું જણાય છે. અને તે નંબર સ્પામ તરીકે બતાવવામાં આવ્યો છે.

વોટ્સએપ દ્વારા આવી કોઈ માહિતી આપવામાં નથી આવી. “આ સંદેશની માહિતી માત્ર એક અફવા છે,” “સંદેશ વાયરલ થયા પછી વોટ્સએપના પ્રમુખ કાર્લ વોગે એએફપીને કહ્યું. અમારી તકનીક હેકરના હુમલાઓ સામે રક્ષણ આપવામાં સક્ષમ છે.

વિશેષ વાત એ છે કે આ સંદેશ 2016 થી ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહ્યો છે. તે સમયે, સંદેશમાં ફક્ત આઈએસઆઈએસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે ચીની હેકરો ઉમેરીને જૂનો સંદેશ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 2016 માં, જ્યારે આ સંદેશ ફેલાવવામાં આવી રહ્યો હતો, ત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તે ખોટું છે. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પણ આ વિશે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને આ સંદેશને અવગણવાનું કહ્યું હતુ.

INDIAN EXPRESS | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વોટ્સઅપ દ્વારા આ પ્રકારે કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ દિલ્હીના કમિશ્રનરનું નામ પણ ખોટુ છે અને આ મેસેજ ઈન્ટરનેટ પર વર્ષ 2016થી વાયરલ થઈ રહ્યો છે.

Avatar

Title:વોટ્સએપ DPને લઈ ચીની હેકરોને લઈ ફેલાવવામાં આવતો મેસેજ ખોટો છે…..જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False