શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય.....
Dinesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા Marwari in Kolkata નામના પેજ પર 7 ઓગસ્ટ 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘राहुल गांधी ने सुषमा स्वराज के निधन पर ट्वीट कर उनके परिवार और उनके चाहने वाले सभी लोगों को दे डाली श्रद्धांजलि... इसको श्रद्धांजलि देने का भी ज्ञान नहीं है...?अब दुनिया इसको क्या कहैआप ही बताऔ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલા આ પોસ્ટ પર 25 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 14 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજને આ પ્રકારે ટ્વીટ કરી શ્રંધ્ધાજલી આપી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને मुंशी जी નામના ટ્વીટર યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2018ના આ ફોટો સાથે ટ્વીટ કર્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામ બાદ એ જાણવું જરૂરી હતુ કે સુષ્મા સ્વરાજનું ક્યારે નિધન થયુ..? અમને જાણવા મળ્યુ હતુ કે, સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટ 2019ના નિધન થયુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વરાજના નિધન બાદ કરવામાં આવેલું સત્ય ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.
રાહુલ ગાંધી દ્વારા 16 ઓગસ્ટના અટલ બિહારી વાજપાઈના મૃત્યુ બાદ જે ટ્વીટ કરવામાં આવ્યુ હતુ, તેને દિલ્લી તક દ્વારા હિન્દીમાં ટ્રાન્સલેટ કરી પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2018નો છે. અટલ બિહારી વાજપાઈ જે સમયે મૃત્યુ પામ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ હતુ, જેને ટ્રાન્સલેટ કરી દિલ્લી તક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ.
Title:શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા સુષ્મા સ્વારાજ માટે આ પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય.....
Fact Check By: Yogesh KariaResult: False