શું ખરેખર તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

Dahyabhai Lebabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાન નું એફ ૧૬ વિમાન ગુમ થઈ ગયું અભિનંદન ને પૂછ્યું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.13-18_03_19.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને dawn.com દ્વારા 10 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, Dawn.com ના સ્ક્રિનશોટમાં એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થયાની માહિતી ખોટી છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.dawn.com-2020.06.13-18_29_06.png

Archive

અમારી વધુ તપાસમાં અમને Dawn.com ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 10 જૂન, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, Dawn.com ના સ્ક્રિનશોટમાં એડિટીંગ કરીને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાજેતરમાં પાકિસ્તાનું વિમાન F-16 ગુમ થયાની માહિતી તદ્દન ખોટી છે. Dawn.com ના સ્ક્રિનશોટમાં એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાજેતરમાં પાકિસ્તાનું વિમાન F-16 ગુમ થયાની માહિતી તદ્દન ખોટી છે. Dawn.com ના સ્ક્રિનશોટમાં એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •