ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂલાઈના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રૂઝાન આવવા લાગ્યું... મોદી 2021નો એન્ડ પણ નહીં જોવે, એ પહેલાં જ એ રાજીનામુ આપી દેશે. શેયર કરો મિત્રો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 447 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 140 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રજત શર્મા દ્વારા વડપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ અને સર્વે કરવામાં આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ટ્વિટર રજત શર્માનું એકાઉન્ટ શોધતા અમને તેમનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. પરંતુ તેમાં આ અંગેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

રજત શર્માના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને પોસ્ટ સાથે જે એકાઉન્ટનો સ્ક્રિન શોટ મુકવામાં આવ્યો છે તેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, રજત શર્માના ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમજ ફેક એકાઉન્ટના યુઝર દ્વારા આ એકાઉન્ટનું નામ બદલી અને Arnab Guswami કરી નાખવામાં આવ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Arnab Guswami | archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સ્ક્રિન શોટ એ રજત શર્માના એકાઉન્ટનો નથી. પરંતુ રજત શર્માના નામે ફેક એકાઉન્ટ ઉપયોગમાં લેવામાં આવ્યુ છે.

Avatar

Title:શું ખરેખર રજત શર્મા દ્વારા હાલમાં પ્રધાનમંત્રી મોદીને લઈ સર્વે કરવામાં આવ્યો.? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia

Result: False