
Jain Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રજાને માંસાહારી બનાવનાર ગુજરાતની “અમુલ” ડેરીનુ ષડ્યંત્ર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 99 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને વિડિયો અંગેની કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર ‘Pig fat in amul icecream’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2018માં વાયરલ થયો હતો અને જે-તે સમયે અમુલ દ્વારા આ અંગે ખૂલાસો પણ આપવામાં આવ્યો હતો કે, આ વિડિયો ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અમુલના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ અન્ય મિડિયા હાઉસ દ્વારા તે સમાચારને પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા.

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હક્કીત અસત્ય સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. તેમજ આ વિડિયો અંગે અમુલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. અમુલની તમામ પ્રોડક્ટ વેજીટેરિયન હોવાનું ખૂદ અમુલના ચેરમેન એમ.એસ.સોઢી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. તેમજ આ વિડિયો અંગે અમુલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. અમુલની તમામ પ્રોડક્ટ વેજીટેરિયન હોવાનું ખૂદ અમુલના ચેરમેન એમ.એસ.સોઢી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

Title:શું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે….?જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
