‎‎Amit Mecwan‎ નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોમ્બર,2019 ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અયોધ્યામાં 133 કરોડ ના ખર્ચે દીવો પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછીની તસવીર .. નસળગેલા દીવા માંથી તેલ એકત્રીત કરતુ ભારતનું ભવિષ્ય ....આ બાળકી અે વિકાસ નુ પોસ્ટર ફાળી નાખ્યું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા. આ પોસ્ટને 168 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 137 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.02-17_09_30.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અયોધ્યામાં 133 કરોડ રૂપિયાના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ 133 કરોડના દીવા સર્ચ કરતાં અમને સત્ય ડે અને જન્મભૂમિ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ અયોધ્યા ખાતે ‘દીપોત્સવ’ કાર્યક્રમના આયોજન માટે સરકાર દ્વારા 133 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

satyaday.comjanmabhoominewspapers.com
ArchiveArchive

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારી હતી અને ફરી વાર ગુગલનો સહારે જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને સરિતા નામના મીડિયા હાઉસ દ્વારા 30 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં અયોધ્યા ખાતે દીપોત્સવ કાર્યક્રમમાં દીવા માટે કરવામાં આવેલો ખર્ચ 1.33 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.sarita.in-2019.11.02-18_22_30.png

Archive

અમારી વધુ તપાસમાં અમને દૈનિક જાગરણ અને પંજાબ કેસરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે દીપોત્સવ કાર્યક્રમનો ખર્ચ 1.33 કરોડ જ દર્શાવવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

jagran.compunjabkesari.com
ArchiveArchive

અમારી વધુ તપાસમાં અમને ઉત્તરપ્રદેશ સરકારની વેબસાઈટ પર 22 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક પ્રેસ નોટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ અયોધ્યાના દીપોત્સવ કાર્યક્રમનો ખર્ચ 132.70 લાખ રૂપિયા એટલે કે લગભગ 1.33 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-information.up.nic.in-2019.11.02-18_43_41.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં યોજાયેલા કાર્યક્રમનો ખર્ચ 133 કરોડ રૂપિયા નહીં પરંતુ 1.33 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. જે માહિતી ઉત્તરપ્રદેશ સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં યોજાયેલા કાર્યક્રમનો ખર્ચ 133 કરોડ રૂપિયા નહીં પરંતુ 1.33 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. જે માહિતી ઉત્તરપ્રદેશ સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False