શું ખરેખર SBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય..
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સ્ટેટ બેંક નું ખાનગીકરણ...
હવે થી SBI + RPB (રિલાયન્સ પેમેન્ટ બેંક) RBI ની મંજુરી.. ડીસેમ્બર થી થશે કાર્યરત.. વેચ મોદી વેચ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 267 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “SBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે. જેને આરબીઆઈ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો SBI બેંકનું ખાનગીકરણ થયુ હોય તો તે ખૂબ મોટા સમાચાર હતા. જેની દેશના તમામ મિડિયાએ નોંધ લીધી જ હોય તેથી અમે સૌ-પ્રથમ અમે ગૂગલ પર “स्टेट बैंक का निजीकरण दिसंबर में” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, રિલાઈન્સ ઈન્ડસ્ટ્રિયસ લિમિટેડ(70%) અને SBI(30%) દ્વારા એપ્રિલ 2018માં પાર્ટનરશીપમાં Jio Payments Bank શરૂ કરવામાં આવી હતી. જે લિમિટેડ સર્વીસ આપવા માટે બંધાયેલ હતી. નાના સ્કેલની બેંક શરૂ કરવામાં આવી હતી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં SBI ના ખાનગીકરણની કોઈ વાત આવતી ન હતી.
ત્યારબાદ અમે આરબીઆઈ અમદાવાદના એક અધિકારી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે ખાનગીકરણની કોઈ મંજૂરી આરબીઆઈ દ્વારા આપવામાં આવી નથી. તેમજ તમે જે વાત કરી રહ્યા છો તેમાં રિલાઇન્સ અને SBI દ્વારા ભાગીદારીમાં એક બેંક શરૂ કરવામાં આવી છે. જે લિમિટેડ સેવાઓ તેના ગ્રાહકોને આપી શકે છે. આ એક સ્મોલ પ્રકારની બેંક છે. SBIના ખાનગીકરણની વાત તદન ખોટી છે.”
ત્યારબાદ અમે ખાનગીકરણની વ્યખ્યા સ્પષ્ટ કરવા એકાઉન્ટન્ટ મિલન સોઢાનો સંપર્ક સાધ્યો હતો. તેણે અમને જણાવ્યુ હતુ કે, “કોઈ બેંકનું ખાનગીકરણ થાય તો તે બેંકનો તમામ વહિવટ અન્ય જે બેંક સાથે મર્જ થઈ હોય તેના હાથમાં આવી જાય છે. જીઓ દ્વારા તેના ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે SBI સાથે ભાગીદારી કરી અને એક નાના પ્રકારની બેંક ઉભી કરી છે. જે લિમિટેડ સેવાઓ જ આપી શકે છે. SBIનું ખાનગીકરણ થયાની વાત તદન ખોટી છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, એસબીઆઈ બેંકનું ખાનગીકરણ નથી થયુ. રિલાઈન્સ અને SBI દ્વારા પાર્ટનરશીપ કરી અને એક ખાનગી બેંક એપ્રિલ 2018માં લોન્ચ કરવામાં આવી છે. જેમાં 70% રિલાઈન્સનું તેમજ 30% SBIની ભાગીદારી છે. જેને જીઓ પેમેન્ટસ બેન્ક નામ આપવામાં આવ્યુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એસબીઆઈ બેંકનું ખાનગીકરણ નથી થયુ. રિલાઈન્સ અને SBI દ્વારા પાર્ટનરશીપ કરી અને એક ખાનગી બેંક એપ્રિલ 2018માં લોન્ચ કરવામાં આવી છે. જેમાં 70% રિલાઈન્સનું તેમજ 30% SBIની ભાગીદારી છે. જેને જીઓ પેમેન્ટસ બેન્ક નામ આપવામાં આવ્યુ છે.
Title:શું ખરેખર SBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False