ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી તેના માટે ખુશખબરી સરકારે કરી મોટી જાહેરાત, જરૂર જાણો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 127 જેટલા લોકોએ લાઈક કરી હતી. તેમજ 79 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ CSC માં એક અરજી કરવાથી ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

screenshot-www.google.co.in-2019.06.06-06-18-26.png

Google| Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં અમે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.06.06-06-24-25.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ગુજરાત સરકારની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાથી માંડીને તેને રિન્યૂ કરવા સુધીની તમામ માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ ક્યાંય એવી માહિતી નથી આપવામાં આવી કે CSC માં એક અરજી કર્યા બાદ ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે. આ અંગે સંપૂર્ણ માહિતી તમે નીચેની લિક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Driving Licence Details | Archive

ઉપરના તમામ પરિણામો બાદ અમે આરટીઓ ઓફિસમાં ફરજ પરના અધિકારી સાથે પણ આ અંગે વાત કરી હતી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “CSC માં અરજી કર્યા બાદ ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જાય એવી કોઈ જ સુવિધા હજુ સુધી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી.”

અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે મહેસાણા સીએસસીના ડિસ્ટ્રિક્ટ મેનેજર ચિરાગભાઈ મોદી જોડે વાત કરી હતી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, "Csc પરથી તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના કોમ્પ્યુટર ટેસ્ટ માટેની ઓનલાઈન અરજી કરી શકો છો. પરંતુ ત્યાર બાદ સ્થળ પર જઈને પરીક્ષા આપવાની હોય છે અને જો એ પાસ કરી તો ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અરજી કરી એ પણ જે તે આરટીઓ ઓફીસ પર જઈને આપવાનો હોય છે. અને જો આ તમામ પ્રક્રિયામાં તમે પાસ થાવ ત્યાર બાદ જ ડ્રાઇવિંગ લાયસન્સ તમારા ઘરે આવે છે. એવી ક્યાંય સુવિધા નથી કે, ફક્ત Csc માં અરજી કરો અને ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે આવી જાય."

2019-06-06.png

આમ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ માટે CSC માં ગુજરાત સરકાર દ્વારા કે મોદી સરકાર દ્વારા આજ દિન સુધી આ પ્રકારની કોઈ જ સુવિધા શરૂ કરવામાં આવી હોય એવી માહિતી અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, CSC માં ગુજરાત સરકાર દ્વારા કે મોદી સરકાર દ્વારા આજ દિન સુધી આ પ્રકારની કોઈ જ સુવિધા શરૂ કરવામાં આવી નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર CSC માં એક અરજી કરવાથી ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False