પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Hemant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, The poster behind Priyanka, “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ“; tells all about Muslim’s ultimate goals and how Congress is helping them! It should be enough to open everybody’s eyes including the pseudo-Seculars. If not, nobody can help …! પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા CAB ના વિરોધ સમયે કોંગ્રેસના કાર્યકરોના હાથમાં “કેબ હટાઓ, ઈસ દેશ કો મુસ્લિમ રાષ્ટ્ર બનાઓ” એવા પોસ્ટર જોવા મળ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ છે કોંગ્રેસનો અસલી ચહેરો. આ પોસ્ટને 11 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાન મત રજૂ કર્યા હતા. તેમજ 76 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા CAB ના વિરોધ પ્રદર્શનમાં कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ ના પોસ્ટરો જોવા મળ્યા હતા કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને nationalheraldindia.com દ્વારા 16 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રિયંકા ગાંધીએ 16 ડિસેમ્બર, 2019 ના રોજ જામિયા મિલીયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે ઈન્ડિયા ગેટ, દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં 15 ડિસેમ્બરના રોજ નાગરિકતા કાનૂનનો વિરોધ કરવા પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમાચારમાં મૂકવામાં આવેલા ફોટોમાં પણ ક્યાંય “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओલખાણ સાથેનું કોઈ પોસ્ટર જોવા મળ્યું ન હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત સમાચાર પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, કોંગ્રસના કાર્યકરોના હાથમાં રહેલા પોસ્ટરો પર लाठी- गोली नहीं, रोजगार-रोटी दो તેમજ संविधान बचाओ, प्रजातंत्र बचाओ ના સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. વધુમાં અમને કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર પર પણ પ્રિયંકા ગાંધી અને કોંગ્રસના કાર્યકરોના વિરોધ પ્રદર્શનના આ ફોટો મૂકવામાં આવ્યા હતા જેમાં પણ કોઈ પોસ્ટરમાં “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ નું લખાણ જોવા મળ્યું નહતું. જે પણ તમે નીચે જોઈ શકો છો.

Archive

આ તમાસ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને લોકોને ગોરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટીંગ કરેલા ફોટોની સરખામણી જોઈ શકો છો.

આ તમામ સંશોધનના અંતમાં અમને National Herald India દ્વારા 16 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રિયંકા ગાંધી અને કોંગ્રસના કાર્યકરોના વિરોધ પ્રદર્શનના વીડિયોને પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ અમને ક્યાંય કોઈ પણ પોસ્ટરમાં “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ નું લખાણ જોવા મળ્યું નહતું. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના કાર્યકરોનો CAA નો વિરોધ કરતો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના કાર્યકરોનો CAA નો વિરોધ કરતો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિટ લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False