શું ખરેખર આ વીડિયો દિલ્હીની સરકારી શાળાનો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા દિલ્હી ની સરકારી સ્કુલ, કામ બોલતા હૈ ભાઈ” લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ લખાણ અને વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો દિલ્હીની કેજરીવાલ સરકારની સરકારી શાળાનો છે.”

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વોટ્સઅપ સિવાય આ વીડિયો અન્ય કોઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે કેમ તે જાણવા પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે, આ વીડિયો ફેસબુક પર ઘણા બધા યુઝર દ્વારા હિન્દી શીર્ષક સાથે મૂકવામાં આવ્યો હતો. જેમાં આપણી અેકતા આપણી તાકાત. નામના ફેસબુક પેજ પર આ વીડિયો देखो केजरीवाल ने दिल्ली के स्कूलों को क्या बना दिया, जिसे सारा संसार देखने आ रहा है, बच्चों के स्कूल में हाजिरी लगते ही मैसेज घर पहुँच जाता है શીર્ષક સાથે 7 ઓક્ટોમ્બર, 2019 ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને 427 લોકો દ્વારા લાઈક કરવામાં આવ્યો હતો. 61 લોકોએ તેના પર મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 2200 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે શકો છો.

Facebook Post | Archive

અમારી આગળની તપાસમાં જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને Media Boxx નામની યુટ્યુબ ચેનલ દ્વારા આ વીડિયોને Online Attendance System with SMS Alert to parents in Pakistan ના શીર્ષક સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં આ વીડિયો પાકિસ્તાનની શાળાનો હોવાની માહિતી આપવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને People Magazine Pakistan નામનું એક ફેસબુક પેજ મળ્યું હતું જેના પર પણ આ વીડિયોને 1 ઓગષ્ટ, 2019 ના રોજ Online Attendance System with SMS alert to Parents in Pakistan શીર્ષક સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook Post | Archive

અમારી આગળની તપાસમાં અમને આ વીડિયો ઘણા બધા પાકિસ્તાની ફેસબુક યુઝર દ્વારા સમાન દાવા સાથે તેમના ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુ તપાસમાં અમને Bilal Keyani નામના પાકિસ્તાની ફેસબુક યુઝર દ્વારા આ વીડિયોને 31 જુલાઈ, 2019 ના રોજ તેના ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટમાં તેણે લેડિયન્સ સ્કૂલ સિસ્ટમને ટેગ કરી હતી. વધુમાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, ફેસબુક પર બિલાલની વ્યક્તિગત માહિતીમાં તે પોતે લેડિયન્સ સ્કૂલના નિર્દેશક હોવાની માહિતી આપવામાં આવી છે.  

screenshot-www.facebook.com-2019.11.23-21_01_38.png

Archive

વધુમાં અમને આજ વીડિયોને પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલી લેડિયન્સ સ્કૂલના ફેસબુક પેજ પર પણ 31 જુલાઈ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook Post | Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીની સરકારી સ્કૂલનો નહીં પરંતુ પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલી લેડિયન્સ સ્કૂલનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીની સરકારી સ્કૂલનો નહીં પરંતુ પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલી લેડિયન્સ સ્કૂલનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો દિલ્હીની સરકારી શાળાનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False