Nimisha patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 1800 જેટલા લોકોએ લાઈક કરી હતી. 43 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. તેમજ 2800 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

જો ખરેખર અમદાવાદમાં આવી કોઈ ઘટના બની હોય તો એ એક મોટા સમાચાર બન્યા હાત અને કોઈ ને કોઈ મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ અમદાવાદમાં મોબાઈલ ફોનની બાળકની આંખો પર અસર સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

screenshot-www.google.com-2019.06.06-23-31-46.png

Google| Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી અંગે કોઈ ઠોસ પરિણામ મળ્યા ન હતા કે કોઈ મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોય એવું જાણવા મળ્યું ન હતું. ત્યાર બાદ અમે યુટ્યુબનો સહારો લીધો અને ત્યાં પણ અમે અમદાવાદમાં મોબાઈલ ફોનની બાળકની આંખો પર અસર સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.06-23-40-35.png

Youtube | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી વધુ તપાસમાં અમે સંપૂર્ણ આર્ટિકલ ધ્યાનથી વાંચ્યો તો તેમાં ક્યાંય પણ છોકરાનું નામ કે એના માતા-પિતાનું નામ કે પછી કોઈ પણ પ્રકારનું સરનામા અંગેની માહિતી પણ આપવામાં આવી ન હતી. જેના પરથી આ માહિતી ખોટી હોવાની પૂરેપૂરી શંકા છે. ત્યાર બાદ અમે વધુ તપાસમાં આર્ટિકલમાં દર્શાવેલા ફોટોને યાન્ડેક્ષ બ્રાઉઝરના ઉપયોગથી શોધવાની કોશિશ કરી તો અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-yandex.com-2019.06.07-00-17-59.png

Yandex | Archive

ઉપરના તમામ પરિણામોમાં પણ અમને ક્યાંય એવી માહિતી પ્રાપ્ત થઈ ન હતી કે અમદાવાદમાં આ રીતનો કોઈ બનાવ બન્યો હોય. ઉપરની માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો સાથે 2016માં પણ ફેસબુક પર આજ બાળકને કેન્સર થયા હોવાના દાવા સાથે માહિતી શેર કરવામાં આવી હતી. જેની સત્યતા Hoax દ્વારા તપાસવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Hoax Or Fact | Archive

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથે દૈનિક ભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. તેમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે, લોકોની ભાવનાઓ સાથે રમીને કેટલાક લોકો આ પ્રકારે કમાણી કરતા હોય છે. જે સંપૂર્ણ આર્ટિકલ તમે નીચે જોઈ શકો છો.

Bhaskar | Archive

ઉપરના તમામ સંશોધન પરથી અમને એ જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ફોટો ખોટો છે અને અમદાવાદમાં આ પ્રકારનો કોઈ જ બનાવ બન્યા હોવાની માહિતી આજ સુધી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર આ પ્રકારે ફોટા મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવતી હોય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો અંગેની કોઈ જ માહિતી કે બનાવ અમદાવાદમાં બન્યો હોય એવું ક્યાંય પણસાબિત થતું નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર મોબાઈલ ફોનની બાળકની આંખો પર થઈ આવી અસર..? જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False