શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

‎‎‎‎ત્રિકમ કેશરી‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર,2019   ના રોજ  આપડો અડ્ડો નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટીવી વાળા થી પણ ભૂલ થય જાય કારણ કે એ લોકો ઇંગ્લિશ મિડિયમ માં ભણેલાં હોય શકે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા દ્વારા હાર્દિક પટેલની એક બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 339 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 22 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા શું ખરેખર તેની બ્રેકિંગ પ્લેટમાં હાર્દિક પટેલના નામ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે આ પોસ્ટ અંગે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “અમારી ચેનલ દ્વારા આ પ્રકારે કોઈ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. કોઈ અસામાજિક તત્વો દ્વારા અમારી ચેનલની બ્રેકિંગ પ્લેટમાં એડિટીંગ કરીને તેને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે.”

વધુમાં તેઓએ અમને એ પણ જણાવ્યું હતું કે, અમારી ચેનલ દ્વારા બ્રેકિંગ પ્લેટમાં એવું લખવામાં આવ્યું હતું કે, હાર્દિક તળીયા વગરનો લોટો છે : પરીક્ષાર્થી. જેમાં કેટલાક ઠગબાજો દ્વારા એડિટીંગ કરીને અભદ્ર ભાષા બનાવી દેવામાં આવી છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ અમારી ચેનલ દ્વારા આ અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારની બ્રેકિંગ પ્લેટનો ઓરિજીનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી અસ્મિતા દ્વારા તેની બ્રેકિંગ પ્લેટમાં કોઈ પણ પ્રકારના અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. કેટલાક ઠગબાજો દ્વારા બ્રેકિંગ પ્લેટમાં એડિટીંગ કરીને વાયરલ કરવામાં આવ્યું છે. જેની સ્પષ્ટતા એબીપી અસ્મિતા દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી અસ્મિતા દ્વારા તેની બ્રેકિંગ પ્લેટમાં કોઈ પણ પ્રકારના અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. કેટલાક ઠગબાજો દ્વારા બ્રેકિંગ પ્લેટમાં એડિટીંગ કરીને વાયરલ કરવામાં આવ્યું છે. જેની સ્પષ્ટતા એબીપી અસ્મિતા દ્વારા કરવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •