શું ખરેખર પૂલ પર ઘોડા દોડતો વિડિયો સુરતનો છે..? જાણો શું છે સત્ય..?

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bankimbhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Yesterday night at Surat Makai pool Bridge.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતના મકાઈ પુલ પર બનેલી ઘટનાનો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “સુરતમાં મકાઈ પુલ પર ઘોડા ભાગ્યા” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને asianetnews.com નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના 7 ડિસેમ્બર 2019ના પૂણેના અહેમદનગર-પૂણે હાઈવે પર બનવા પામી હતી. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

ASIANETNEWS | ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને DAINIKBHASKAR નો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યો હતુ કે, અહેમદનગર-પૂણે હાઈવે પર કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે. જેમાં આ ઘોડાગાડીનો માલિક ગંભીર રીતે ઘાયલ થયો છે, અને તેને આઈસીયુમાં એડમીટ કરવામાં આવ્યો છે. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

DAINIKBHASKAR | ARCHIVE

તેમજ અમને ABP MAJHA નો આ ઘટના પરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે. પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે વિડિયો સુરતના મકાઈ પુલનો નહિં પરંતુ અહેમદનગર-પૂણે હાઈવે પર કોરેગાંવ પાર્ક વિસ્તારનો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે વિડિયો સુરતના મકાઈ પુલનો નહિં પરંતુ અહેમદનગર-પૂણે હાઈવે પર કોરેગાંવ પાર્ક વિસ્તારનો છે.

Avatar

Title:શું ખરેખર પૂલ પર ઘોડા દોડતો વિડિયો સુરતનો છે..? જાણો શું છે સત્ય..?

Fact Check By: Yogesh Karia 

Result: False