
Manish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New rate chart for normal banking services” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ, તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં બતાવ્યા પ્રમાણે બેંક દ્વારા આગામી સમયમાં સામાન્ય બેંકિગ વ્યવહારમાં નવા ચાર્જ અમલમાં મુકવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ્રુવ રાઠી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જાન્યઆરી 2018ના શેર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ઉપરોક્ત પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ સાબિત થઈ ગયુ હતુ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ બે વર્ષ પહેલાનો છે. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “20 जन्युआरी से लागु होंगे नए नियम” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NABHARATIMESનો 10 જાન્યુઆરી 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, બેંક ચાર્જીસને લઈ આ પ્રકારે કોઈ પ્રસ્તાવ ભારતીય બેંક સંઘ દ્વારા કરવામાં નથી આવ્યો. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

BANK OF INDIAએ તેમની વેબસાઈટ પર પ્રસ્તાવિત સેવા શુલ્કનું એક શેડ્યૂલ અપલોડ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, 20 જાન્યુઆરી 2018થી આ દરો લાગુ થશે, જે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને મળતા જ છે. આમ, ઉપરોક્ત મેસેજ આ જ શેડ્યુલના નામે તૈયાર કરવામાં આવ્યો હોવો જોઈએ.

તેમજ ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના ડીએફએસ RAJEEV KUMAR દ્વારા 10 જાન્યુઆરી ભારતીય બેંકના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ ટવીટ કરી હતી. જેમાં આ પ્રકારે કોઈ ચાર્જ વધારી દરખાસ્તને નકારી કાઢી હતી. જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બેંક દ્વારા કોઈ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ તેમની વેબસાઈટ પર પ્રસ્તાવિત સેવા શુલ્કને આધાર બનાવી તમામ બેંક માટે આ ચાર્જ લાગુ થશે તેવો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બેંક દ્વારા કોઈ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ તેમની વેબસાઈટ પર પ્રસ્તાવિત સેવા શુલ્કને આધાર બનાવી તમામ બેંક માટે આ ચાર્જ લાગુ થશે તેવો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર બેંકો દ્વારા નવા ચાર્જ લાગુ કરવામાં આવશે..? જાણો શું છે સત્ય..?
Fact Check By: Yogesh KariaResult: False
