Neha Patel નામના ફેસબુક યુઝર તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज मुजफ्फरपुर जिले के दामोदरपुर ईदगाह चौक पर जल लेकर जा रहे कावड़ियों पर हमला मुजफ्फरपुर कांवड़ियों पर हमला।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 120 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 89 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુઝફ્ફરપુરમાં તારીખ 12 ઓગસ્ટના પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને લઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર ‘मुजफ्फरपुर जिले के दामोदरपुर ईदगाह चौक’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાગરણ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મુઝફ્ફરપુરમાં 12 ઓગસ્ટના ડીજે વગાડવાને લઈ બે જૂથ્થ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં એક સાઈકલ અને એક બાઈક સળગાવી દેવામાં આવ્યુ હતુ. જે અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

JAGRAN | ARCHIVE

દૈનિક ભાસ્કર દ્વારા પણ આ અહેવાલને પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે આપ નીચે વાંચી શકો છો

DAINIK BHASKAR | ARCHIVE

ઈન્ડિયા ટીવી દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે મુઝફ્ફરપુરના ક્લેક્ટર આલોક કુમાર ઘોષ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બબાલ ડીજે વગાડવાને લઈ થઈ હતી. તેમજ પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઈ તમામ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાવડીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે. તે ક્યાંય પણ સાબિત થતો નથી. મુઝફ્ફુરપુરમાં જે બબાલ થઈ હતી, તે ડીજે વગાડવાને લઈને બબાલ થઈ હતી. કવાડીયોને અટકાવવામાં આવ્યા હોવાની તેમજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુઝફ્ફુરપુરમાં જે બબાલ થઈ હતી, તે ડીજે વગાડવાને લઈને બબાલ થઈ હતી. કવાડીયોને અટકાવવામાં આવ્યા હોવાની તેમજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.

Avatar

Title:શું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો....? જાણો શું છે સત્ય.........

Fact Check By: Yogesh Karia

Result: False