તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મુસ્લિમ વ્યક્તિને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાનો તેમજ સફરજનની પેટી અને તેની સાથે બંદૂકની ગોળીઓ તેમજ હેન્ડ ગ્રેનેડના બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ બંને ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસામના કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે બંને ફોટા મૂકવામાં આવ્યા છે એ બંને અલગ-અલગ ઘટનાના છે. જેમાં એક ફોટો બાંગ્લાદેશમાં બનેલી ઘટનાનો છે અને બીજો ફોટો વર્ષ 2018 માં શ્રીનગર ખાતે ત્રણ સંદિગ્ધ આતંકીઓ સફરજનની પેટીમાં હથિયારો સાથે ઝડપાયા હતા તેનો છે. આ ફોટોને કોંગ્રેસના નેતા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે આ ફોટાઓને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nimesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસામના કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા.

screenshot-www.facebook.com-2021.06.30-22_05_40.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ આસામ કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા હોવાની કોઈ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમે બંને ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રથમ ફોટો અમને eaibangla.blogspot.com નામની વેબસાઈટ પર 06 મે, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો બાંગ્લાદેશમાં બનેલી એક ઘટનાનો છે. જેમાં મુબારક હુસૈન નામના એખ મદરેસા શિક્ષકે એક મદરેસાની વિદ્યાર્થીની પર યૌન શોષણ કરવાની કોશિશ કરતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

screenshot-eaibangla.blogspot.com-2021.06.30-22_19_39.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bd24live.com | kalerkantho.com | thedailystar.net

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત ફોટોને આસામ કોંગ્રેસના નેતા સાથે કોઈ જ સંબંધ નથી.

ત્યાર બાદ અમે બીજા ફોટોને પણ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેની એક ટ્વિટ જમ્મુ કાશ્મીર પોલીસ એટલે કે, J&K Police દ્વારા 29 ઓક્ટોમ્બર, 2018 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, શ્રીનગર ખાતે 3 સંદિગ્ધ આતંકીઓ સફરજનની પેટીમાં સફરજનની સાથે બંદૂકની ગોળીઓ, હેન્ડ ગ્રેનેડ જેવા હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

Archive

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. freepresskashmir.news | dailyexcelsior.com | thekashmirimages.com

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો અલગ-અલગ ઘટનાના છે. જેને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે બંને ફોટા મૂકવામાં આવ્યા છે એ બંને અલગ-અલગ ઘટનાના છે. જેમાં એક ફોટો બાંગ્લાદેશમાં બનેલી ઘટનાનો છે અને બીજો ફોટો વર્ષ 2018 માં શ્રીનગર ખાતે ત્રણ સંદિગ્ધ આતંકીઓ સફરજનની પેટીમાં હથિયારો સાથે ઝડપાયા હતા તેનો છે. આ ફોટોને કોંગ્રેસના નેતા સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર આસામમાં કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા...?

Fact Check By: Vikas Vyas

Result: False