શું ખરેખર સ્વામિનારાયણના સાધુ હાલમાં કોઈ મહિલાને ભગાળી ગયાના આક્ષેપ થયા છે.? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #હવે નેતાઓ પછી બાવાઓ એ શરૂ કર્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 32 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં સ્વામિનારાયણના સાધુ હરિભક્તની પુત્રીને ભગાડી લઈ ગયા હોવાના આક્ષેપ થયા છે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘સ્વામીનારાયણ મંદિરનો સાધુ હરિભક્તની પુત્રીને ભગાડી ગયો હોવાનો આક્ષેપ’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના હાલની નહીં પરંતુ વર્ષ 2018ની છે. તે સમયે તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

NEWS18 | ARCHIVE

ABP ASMITA | ARCHIVE

IAM GUJARAT | ARCHIVE

ઉપરોક્ત પરિણામો બાદ અમે કેશોદ પીઆઈ ડી જે ઝાલા સાથે આ કેસને લઈ પુછતા તેમણે અમને જણાવ્યુ હતું કે, “જે-તે સમયે આ અરજી પર સમાધાન થઈ ગયુ હતુ અને બાદમાં આ સાધુ અને યુવતીએ રાજીખુશીથી લગ્ન પણ કરી લીધા હતા.”

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના હાલની નહિં પરંતુ વર્ષ 2018ની છે. અને જે-તે સમયે આ અરજી પર સમાધાન પણ થઈ ગયુ હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના હાલની નહિં પરંતુ વર્ષ 2018ની છે. અને જે-તે સમયે આ અરજી પર સમાધાન પણ થઈ ગયુ હતું.

Avatar

Title:શું ખરેખર સ્વામિનારાયણના સાધુ હાલમાં કોઈ મહિલાને ભગાળી ગયાના આક્ષેપ થયા છે.? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False