
ખેડૂત જગતનો તાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફળ થોડી જ મીનીટોમાં દુર કરે છ કેન્સર વાંચો અને શેર કરો કેટલાયની જિંદગી બચી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 329 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે ઓસ્ટ્રલિયામાં એક ફળ શોધવામાં આવ્યું છે જે ખાવાથી મિનિટોમાં જ કેન્સરની બિમારી દૂર થઈ જાય.

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારની શોધ થઈ હોય. તો તે દુનિયા માટે ખૂબ જ મોટા સમાચાર હતા, અમે તમામ મિડિચા દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય. તેથી અમે ગુગલ પર “ઓસ્ટ્રેલિયામાં જંગલી ફળ શોધાયુ જે કેન્સરની બિમારી માટે ઉપયોગી” લખતા અંમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કાઈ મળ્યુ ન હતું, તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યુ ટ્યુબ પર “ઓસ્ટ્રેલિયામાં જંગલી ફળ શોધાયુ જે કેન્સરની બિમારી માટે ઉપયોગી” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ માહિતી મળી ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગોલ્ડમેડાલિસ્ટ ડો કૃણાલ સોલંકી જોડે વાત કરી હતી. તેમને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ શોધ થઈ હોય તેવુ મારા ધ્યાનમાં નથી આવ્યુ નથી. તેમજ આ પ્રકારે કોઈ શોધ થઈ હોય કદાચ તો પણ કેન્સરની બિમારી મિનિટોમાં દૂર કરવાની વાત સાવ ખોટી છે.”

ત્યારબાદ અમે આયુર્વેદ નિષ્ણાંત ડો.ગિરિશ કટેરિયા જોડે વાત કરી હતી. તેમને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ શોધ આયુર્વેદમાં થઈ નથી, તેમજ આયુર્વેદમાં કેન્સરની બિમારી માટેની ખાસ થેરાપી છે. તેનાથી પણ મિનિટોમાં કેન્સર દૂર નથી થતુ તો આ એક ફળ ખાવાથી મિનિટોમાં કેન્સર દૂર થાય તે વાત સાવ ખોટી છે.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવો અમારી પડતાલમાં ક્યાંય સાબિત થતો નથી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ ફળ ઓસ્ટ્રલિયામાં શોધાયું હોવાનું સાબિત થતુ નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવો અમારી પડતાલમાં ક્યાંય સાબિત થતો નથી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ ફળ ઓસ્ટ્રલિયામાં શોધાયું હોવાનું સાબિત થતુ નથી.

Title:શું ખરેખર મિનિટોમાં દૂર થઈ શકે છે કેન્સરની બિમારી…? જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
