શું ખરેખર વીડિયોમાં ભારતને અપશબ્દો બોલતી મહિલા છે પાકિસ્તાની મિનિસ્ટર..? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Gujju Gyan નામના એક ફેસબુક પેજ દ્વારા 24 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન ની આ મિનિસ્ટર ભાન ભૂલીને ભારત માટે બોલી કંઇક આવું. દરેક ભારતીય સુધી પહોંચાડો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 139 જેટલા લોકોએ લાઈક કરી હતી. 124 લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 320 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લીધો અને વીડિયોમાંથી એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

screenshot-yandex.com-2019.06.05-23-56-54.png

Yandex | Archive

ઉપરના પરિણામોમાં પરથી અમને એ જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વીડિયોમાં બોલી રહેલી મહિલાનું નામ સાજિદા અહેમદ છે અને તે પાકિસ્તાનના એક IPI (Istahekam e Pakistan Itehad) ફાઉન્ડેશનની ચેર પર્સન છે. આમારી વધુ તપાસમાં અમને આ ફાઉન્ડેશનની વેબસાઈટ પ્રાપ્ત થઈ જેના પર તમે સાજિદા અહેમદ તેમજ IPI ફાઉન્ડેશન વિશેની તમામ માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

IPI Foundation | Archive

ત્યાર બાદ અમે એ વિચાર્યું કે, જો પાકિસ્તાનના કોઈ મહિલા મિનિસ્ટર દ્વારા ભારત માટે આ રીતે અપશબ્દો બોલવામાં આવ્યા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને તેની નોંધ કોઈને કોઈ મીડિયા દ્વારા જરૂર લેવામાં આવી હોય. તેથી અમે ગુગલનો સહારો લીધો અને પાકિસ્તાની મહિલા મિનિસ્ટરે ભારત માટે કહ્યા અપશબ્દ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.06-00-34-56.png

Google | Archive

ત્યાર બાદ અમે હિન્દી ભાષામાં પણ क्या पाकिस्तानी महिला मिनिस्टरने भारत के लिए कहे अपशब्द સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.06-00-40-13.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અંતમાં અમે પાકિસ્તાનના મંત્રીઓનું લિસ્ટ જોયું હતું તો તેમાં પણ અમને સાજિદા અહેમદ નામની મહિલાનું નામ મિનિસ્ટરોની યાદીમાં જોવા મળ્યું ન હતું. આ લિસ્ટ તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Cabinate Of Pakistan | Archive  

તમામ સંશોધનના અંતે અમને સાજિદા અહેમદનું ફેસબુક એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું હતું પણ તેમાં પણ અમને તે પાકિસ્તાની મિનિસ્ટર હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook | Archive

ઉપરોક્ત સંશોધનમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં દેખાતી મહિલા પાકિસ્તાની મિનિસ્ટર હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી તેમજ ફેસબુક પર પણ તે અંગેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા પાકિસ્તાની મિનિસ્ટર નહીં પરંતુ IPI ફાઉન્ડેશનની ચેરપર્સન છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title: શું ખરેખર વીડિયોમાં ભારતને અપશબ્દો બોલતી મહિલા છે પાકિસ્તાની મિનિસ્ટર..? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False