શું ખરેખર ફારૂક અબ્દુલ્લાએ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ આ નિવેદન આપ્યુ…?

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Sudhanshu s Tripathi નામના ફેસબુક યુઝર દ્વારા I Support Yogi નામના પેજ પર 2 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી, “अमित शाह गृह मंत्री बनते ही.. फारुक अब्दुल्ला की पहली प्रतिक्रिया.. असर शुरू” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 615 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 337 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમિત શાહ ગૃહ મંત્રી બનતા જ ફારૂક અબ્દુલ્લાની પહેલી પ્રતિક્રિયા સામે આવી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે ફારૂક અબ્બુલાએ નિવેદન આપ્યુ હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે સૌ પ્રથમ અમે ગૂગલ પર फारुक अब्दुल्ला का हाल में दिया गया बयान લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ફારૂક અબ્દુલ્લા દ્વારા આ પ્રકારે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવું અમને ઉપરોક્ત પરિણામમાં ક્યાંય જાણવા મળ્યુ હતુ નહિં. ત્યારબાદ અમે યુટ્યુબ પર फारुक अब्दुल्ला का हाल में दिया गया बयान  લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ ફારૂક અબ્દુલ્લા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે ઉપરોક્ત પોસ્ટે સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ફારૂક અબ્દુલ્લા જે શબ્દ બોલે છે. તે કી-વર્ડથી ગૂગલ પર સર્ચ કરવાનું નક્કી કર્યુ હતુ. भारत माता की जय : फारुक अब्बदुलला  લખતા અમને નીચે મુજબના પરિણામો પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા ફારૂક અબ્દુલ્લાના આ નિવેદનને શેર કરવામાં આવ્યુ હતુ. આ નિવેદન 21 ઓગસ્ટ 2018ના કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ આપ ઉપરોક્ત ત્રણેય મિડિયા હાઉસની લિંક નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ન્યુ દિલ્હીમાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 20 ઓગસ્ટ 2018ના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયની પ્રાથના સભામાં આ નિવેદન આપ્યુ હતુ.

ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, અમિત શાહ ગૃહપ્રધાન બન્યા પહેલા જ ફારૂક અબ્દુલ્લા દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે. હાલ ફારૂક અબ્દુલ્લા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, અમિત શાહ ગૃહપ્રધાન બન્યા બાદ ફારૂક અબ્દુલ્લા દ્વારા આ પ્રકારે કોઈ જ નિવેદન આપવામાં આવ્યુ નથી.

Avatar

Title:શું ખરેખર ફારૂક અબ્દુલ્લાએ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ આ નિવેદન આપ્યુ…?

Fact Check By: Frany Karia 

Result: False