જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે.  આ વીડિયો વર્ષ 2016 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. સેલ્ફી લેવા માટે મોબાઈલ ફોન બોમ્બ ડિટોનેટરનો ઉપયોગ કરીને સીરિયન બળવાખોરે પોતાને અને સાથીઓને ઉડાવી દીધા હોવાનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 નવેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાર્ટી કરતા હતા અને ઘર માં જ ફાટ્યો 😂 હમાસ નુ આમીન 🤲થઈ ગયુ 😂. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે.

https://archive.org/details/video-convert-1701692499729

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો  સાથેના સમાચાર indiatoday.in દ્વારા 16 સપ્ટેમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સેલ્ફી લેવા માટે મોબાઈલ ફોન બોમ્બ ડિટોનેટરનો ઉપયોગ કરીને સીરિયન બળવાખોરે પોતાને અને સાથીઓને ઉડાવી દીધા તેનો આ વીડિયો છે. 

https://www.indiatoday.in/fyi/story/video-syrian-rebel-blows-mobile-phone-detonator-selfie-341432-2016-09-16

ઉપરોક્ત વીડિયો સાથેના સમાચાર અમને અન્ય સોશિયલ મીડિયા પર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. thesun.co.uk | irishmirror.ie 

ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતાં અમને આજ વીડિયો 16 સપ્ટેમ્બર, 2016 ના રોજ ABP ANANADA દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે.  આ વીડિયો વર્ષ 2016 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. સેલ્ફી લેવા માટે મોબાઈલ ફોન બોમ્બ ડિટોનેટરનો ઉપયોગ કરીને સીરિયન બળવાખોરે પોતાને અને સાથીઓને ઉડાવી દીધા હોવાનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context