વીડિયોમાં દૂધ નહીં પરંતુ બોરવેલ ખોદવા સમયે ટિકળી નાખી હતી જેના કારણે પાણી સાથે કેમિકલ ભળતા આ રીતે કેમિકલ પ્રવાહી સ્વરૂપમાં જમીન માંથી બહાર આવી રહ્યુ હતુ.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, પાણીની પાઈપ લાઈન માંથી સફેદ પ્રવાહી એક પાઈપ માંથી બહાર નીકળતુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરવેલ માંથી પાણી જગ્યાએ દૂધ બહાર આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Pruthvi Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બોરવેલ માંથી પાણી જગ્યાએ દૂધ બહાર આવી રહ્યુ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને RJ39 નામના યુટ્યુબ યુઝર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો રાજસ્થાનના બારમેરના ધારણા ગામનો છે. આ વીડિયો મજાક માટે બનાવ્યો હતો. આ બોરવેલ ખોદતી વખતે કેમિકલ નાખ્યુ હતુ. જેના કારણે આ પ્રકારે કચરો બહાર આવી ગયો હતો. દૂધ નીકળ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

ત્યારબાદ અમે રાજસ્થાનના ધારણા ગામના સરપંચ વાગતસિંહ રાઠોરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વીડિયો સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ વીડિયો ગામના છોકરાઓએ બનાવ્યો હતો, ગામના એક ખેતરમાં બોરવેલ ખોદતી વખતે આ જગ્યાએ જમીન ઉચી હોવાથી કેમિકલ અને ગોળી નાંખી હતી જેના કારણે અંદર રહેલો કચરો સંપૂર્ણ બહાર આવી જાય છે. દૂધ નહિં પરંતુ કેમિકલના કારણે આ પ્રકારે સફેદ રંગનું પ્રવાહી બહાર આવતુ જોઈ શકાય છે.

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે બોરવેલ ખોદવાનું ઘણા વર્ષો થી કામ કરતા અમને ઘણા ખોડુભા જાડેજાનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જમીન માંથી દૂધ નીકળવાની વાત તદ્દન ખોટી છે. આ પ્રકારે દૂધ નીકળે જ નહીં, બોરવેલમાં કેમિકલ તેમજ ગોળીઓ નાખવાના કારણે પાણીની સાથે કચરો બહાર આવે છે અને તેનો રંગ આ પ્રકારે સફેદ થઈ જાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બોરવેલ માંથી દૂધ બહાર નીકળતુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. બોરવેલ ખોદતી વખતે કેમિકલ પાણી નાખવામાં આવ્યુ હોય જેના કારણે સફેદ કલરનું પ્રવારી બહાર આવે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર બોરવેલ માંથી પાણીની જગ્યાએ દૂધ નીકળ્યુ.? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia

Result: False