રાજસ્થાનના ધારાસભ્યની ફોટો દિલ્હીમાં નકલી પોલીસ કર્મચારી તરીકે વાયરલ..જાણો શું છે સત્ય...
Sunil Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस नकली RSS पुलिस पर कार्यवाही करेगी या नहीं!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હી પોલીસના ગણવેશમાં આરઆરએસના કાર્યકર્તા છે.”
પોસ્ટમાં શુ કહેવામાં આવ્યુ છે.?
પોસ્ટમાં એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસનો ગણવેશ ધારણ કરેલા વ્યક્તિઓ જોવા મળે છે. જેમાં કોઈ પણ પોલીસ કર્મચારીના ગણવેશમાં નેમ પ્લેટ જોવા મળતી નથી. તેમજ વિડિયો બનાવનાર વ્યક્તિ પોલીસ કર્મચારીને નેમ પ્લેટ કેમ નથી તેમ પુછે છે, ત્યારે જવાબ આપવામાં આવે છે કે બિલ્લો પડી ગયો હશે. આ પોલીસ કર્મચારીના મોઢાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક વ્યક્તિના ફોટો સાથે સરખાવી લખવામાં આવ્યુ હતુ કે, “આ નક્લી આરઆરએસ પોલીસ સામે કાર્યવાહી થશે કે નહિં.”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ફોટામાં જમણી તરફ ઉભેલી વ્યક્તિ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા છે. તેઓ રાજસ્થાનના કોટા-બુંદી મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે ફેક્ટ ક્રેસેન્ડોએ રાજસ્થાનમાં ભાજપના પદાધિકારીઓનો સંપર્ક કરીને આ ફોટામાં તેમની સાથે કોણ ઉભું છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો.
ખાજુવાલા (બિકાનેર)ના પૂર્વ ધારાસભ્ય ડો. વિશ્વનાથ મેઘવાલે જણાવ્યુ હતુ કે, આ ફોટામાં બિરલા સાથે ભાજપના ધારાસભ્ય અશોક ડોગરા છે.
આમ આ કડી જોડ્યા બાદ, અમે અશોક ડોગરાને શોધવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે અમને જાણવા મળ્યુ હતુ કે, રાજસ્થાનના બુંદી મત વિસ્તારના ડોગરા ધારાસભ્ય છે. બિરલા સાથેના ઘણા ફોટા તેમના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. દિલ્હી પોલીસનો ગણવેશ ધારણ કરનાર અધિકારી અને ધાસાસભ્ય અશોક ડોગરાની તુલના તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે દિલ્હી પોલીસના સાઉથ કેંપસના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સાથે ઉપરોક્ત પોસ્ટમાં દેખાતા વ્યક્તિ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતા વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે.
ત્યારબાદ અમે કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ઓમ બિરલા જોડે આરએસએસના ડ્રેસમાં તેઓ નથી. તેમજ પોલીસ ડ્રેસમાં જે વ્યક્તિ દેખાય છે તે પોતે જ હોવાનું જણાવ્યુ હતુ. તેમજ તેઓએ એ વાતની પણ પૃષ્ટી કરી હતી કે, તેઓ RSS કે કોઈ પણ સંઘટન સાથે સબંધ નથી. તેમજ તેઓએ તેમની એક ફોટો પણ અમને મોકલાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, દિલ્હી પોલીસ અધિકારીના ગણવેશમાં રહેલી વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે. અને સંઘના ગણવેશમાં રાજસ્થાનના ધારાસભ્ય અશોક ડોગરા છે. આમ, પોલીસના ગણવેશમાં અને સંઘના ગણવેશમાં રહેલ વ્યક્તિ બંને અલગ અલગ છે. બંનેના ફોટા જોડીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દિલ્હી પોલીસ અધિકારીના ગણવેશમાં રહેલી વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે. અને સંઘના ગણવેશમાં રાજસ્થાનના ધારાસભ્ય અશોક ડોગરા છે. આમ, પોલીસના ગણવેશમાં અને સંઘના ગણવેશમાં રહેલ વ્યક્તિ બંને અલગ અલગ છે. બંનેના ફોટા જોડીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
Title:રાજસ્થાનના ધારાસભ્યની ફોટો દિલ્હીમાં નકલી પોલીસ કર્મચારી તરીકે વાયરલ..જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False