શું ખેરખર કર્ણાટકમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર નીકળ્યું..? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

चौकीदार दशरथ पटेल નામના ફેસબુક યુઝર દ્વારા सनातन धर्म के रक्षक પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. कर्नाटक रायचूर मे रोड सौंदर्यीकरणकरने के लिये मस्जिद गिराई उस मस्जिद के नीचे निकला जैन मंदिर”

શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 79 લોકો દ્વારા પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, તેમજ 117 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.  ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કર્ણાટકમાં રાયચૂરમાં રોડના સૌદર્યકરણ કરવા સમયે એક મસ્જિદ તોડી પાડવામાં આવી અને તે મસ્જિદ નીચેથી જૈન મંદિર નીકળ્યુ હતુ.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને અમે ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બે વેબસાઈટ મળી હતી. જેમા ઉપરોક્ત ફોટોને ગોપાચલ પર્વત દર્શાવવામાં આવ્યો હતો. ‘mysteryofindia’wikipedia’ દ્વારા દર્શાવવામાં આવેલી આ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ગોપાચલ પર્વત મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર કિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલો છે. આ જૈન મુર્તિઓ 7મી અને 16મી સદી વચ્ચેની છે. ગોપાચલ પર્વત માટે વધુ માહિતી જાણવા નીચે આપેલી લિંક પર ક્લિંક કરી જાણકારી મેળવી શકાય છે.

MysteryofindiaPost | ArchivedLinkWikipediaPage | ArchivedLink

ઉપરોક્ત પોસ્ટમાં આપવામાં આવેલી ફોટોને અમે ગૂગલ માંથી પ્રાપ્ત થયેલી ફોટો સાથે સરખામણી કરતા અમને બંને ફોટો સરખી લાગી. આ ફોટોનું વિશ્લેષણ તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પડતાલ પરથી અમને એ જાણવા મળ્યુ હતુ કે, ફોટોને ખોટા દાવા સાથે મુકવામાં આવી છે. લોકોને ખોટા ભ્રામક કરવા માટે આ ફોટો મુકવામાં આવી હોવાનુ સાબિત થાય છે.

બાદમાં અમે ગૂગલ પર “कर्नाटक रायचूर मे रोड सौंदर्यीकरण करने के लिये मस्जिद गिराई उस मस्जिद के नीचे निकला जैन मंदिर“ લખતા અને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર વાંચતા અમને જાણવા મળ્યુ હતુ કે કર્ણાટકમાં આવી કોઈ ઘટના નથી બનવા પામી. પરંતુ પાકિસ્તાનામાં રાવલપિંડીમાં એક મસ્જિદ છે જયા અંદર એક જૈન મંદિર આવેલુ હોવાનું વાત છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિંક કરો.  

BhaskarPost | ArchivedLink

BhaskarPost | ArchivedLink

YouTube’ માંથી પ્રાપ્ત થયેલા એક વિડિયોમાં તુષાર જૈન નામના એક યુવક દ્વારા પાકિસ્તાનમાં આવેલા જૈન મંદિરની માહિતી આપી હતી.

આ સંશોધનથી જાણવા મળ્યુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો માત્ર ભ્રમ પેદા કરવા માટે ખોટી રીતે મુકવામાં આવ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સંશોધનથી અમને જાણવા મળ્ચુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં મુકવામાં આવેલી ફોટો કર્ણાટકની નહિં પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના જિલ્લા ગોપાચલ કિલ્લામાં આવેલા જૈન મંદિરની છે.

Avatar

Title:શું ખેરખર કર્ણાટકમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર નીકળ્યું..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False