જામનગરમાં સોમવારના તારીખ 27 એપ્રિલ 2020ના બપોર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દહેશત ફેલાઈ હતી. તેનું કારણ છે બપોર બાદ સ્થાનિક મિડિયામાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારો, કોરોનાના વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના સમાચાર ગુજરાતના સ્થાનિક મિડિયામાં સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

DIVYABHASKAR

ZEE24KALAK

હવે આ સમાચારને લઈ ભારે ધોડધામ મચી જવા પામી હતી. લોકો બહેશત હતી. આ સમાચારનો લિંક ફેક્ટ ક્રેસ્નડોના વાંચકો અમને મોકલાવી રહ્યા હતા અને સત્યતા તપાસવા વિંનતી કરી રહ્યા હતા. જેથી અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જામનગર કલેક્ટર રવિ શંકરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, જામનગરમાં કોઈ પોઝિટીવ કેસ નોંધાયા નથી. જામનગરવાસીઓને ગભરાવાની જરૂર નથી.

જામનગરના સ્થાનિક મિડિયા લોકો દ્વારા તમામ વોટ્સ અપ ગ્રુપમાં ક્લેક્ટરના નિવેદન સાથે જણાવી રહ્યા હતા કે, જામનગરમાં નવા કોઈ પોઝિટીવ કેસ નોંધાયા નથી. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ ખૂદ ક્લેકટર મિડિયા સામે રૂબરૂ આવી ગયા હતા અને ખૂલાસો કર્યો હતો કે, “જામનગરમાં કોરોનાના કોઈ નવા પોઝિટીવ દર્દીઓ નથી આવ્યા. લોકોએ ગભરાવવાની જરૂર નથી.”

હદ તો ત્યાં થઈ જ્યારે જામનગરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોકો સામે આવ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, જામનગરમાં વધુ એક પોઝિટિવ કેસ મામલે થઈ સ્પષ્ટતા આજે વધુ એક દર્શાવવામાં આવેલ કેસ મૂળ જામનગરનો રહેવાસી અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરે છે પોઝિટિવ દર્દી મૂળ જામનગરના રહેવાસી હોવાના કારણે જામનગર ખાતે વધુ એક કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલમાં જામનગરનો કોરોના વાઈરસનો કોઈ પોઝિટીવ દર્દી સારવાર હેઠળ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે. કારણ કે, જામનગરમાં કોરોનાના કોઈ પોઝિટીવ દર્દી સારવારમાં નથી. મુળ જામનગરના હાલ અમદાવાદમાં SVP કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવતા આ સમસ્યા ઉપજી હતી.માટે જામનગરવાસીઓએ ગભરાવવાની જરૂર નથી.

Avatar

Title:જામનગરમાં નવા કોરોનાનો કોઈ પોઝિટીવ દર્દી નોંધાયા નથી. : ક્લેકટર રવિશંકર

Fact Check By: Yogesh Karia

Result: False