Fake News: શું ખરેખર કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો વર્લ્ડ કપ એડ શૂટનો એક ભાગ છે જે અપહરણના ખોટા દાવા સાથે ફેલાવવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ કપિલ દેવનો એક 7 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યું છે. વીડિયોમાં કપિલ દેવનું અપહરણ થતું જોવા મળે છે. જેમાં કેટલાક લોકો કપિલ દેવના મોઢાને કપડાથી બાંધી રહ્યા છે. આ ઉપરાંત તેના બંને હાથ પણ તેની પીઠ પાછળ બાંધી દેવામાં આવ્યા છે અને તેને ક્યાંક લઈ જવામાં આવી રહ્યો છે. દરમિયાન, તે એક વખત આગળ જુએ છે જેમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો શેર કરવામાં આવતાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Loksatta Jansatta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે કીવર્ડ સર્ચ દ્વારા વાયરલ વીડિયો માટે તથ્યો શોધી કાઢ્યા. જાણો આ સમાચારમાં કેટલું સત્ય છે.? આ માટે મીડિયા રિપોર્ટ શોધવાનું શરૂ કર્યું. કારણ કે જો આ સમાચારમાં આવું કોઈ સત્ય હોત તો તે ખૂબ જ મોટુ બ્રેકિંગ હોત પરંતુ અમને આવા કોઈ અહેવાલ મળ્યા નથી. દરમિયાન અમે નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ જોયો. જે મુજબ આ વાયરલ વીડિયો ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ટ્વિટર પર શેર કર્યો છે. સવાલ પૂછવામાં આવ્યો હતો કે, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું અપહરણ થયું હતું કે નહીં? આ ક્લિપ બીજા કોઈને મળી હોય તો પણ પોસ્ટ કરી છે? આશા છે કે તે ખરેખર કપિલ દેવ નથી અને કપિલ પાજી ઠીક છે. આ સાથે ગંભીરની પોસ્ટ પર ફેન્સની કોમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમના વતી આ વીડિયોને જાહેરાતના ભાગ રૂપે વર્ણવવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે જાહેરાત માટે આવો વીડિયો શૂટ કરવા બદલ ચાહકોએ તેની ટીકા કરી છે. અગાઉ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, બોલિવૂડ અભિનેત્રી કાજોલ સહિત અનેક હસ્તીઓ જાહેરાત માટે આવી રીતો અપનાવી ચૂકી છે.
અમને ઝી ન્યૂઝ પર પ્રકાશિત થયેલા વાયરલ વીડિયોથી સંબંધિત અન્ય અહેવાલ મળ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના અપહરણનો વાયરલ વીડિયો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની એડ શૂટિંગ માટે હતો. આ રિપોર્ટમાં જણાવામાં આવ્યુ હતુ કે, કપિલ દેવની આ એડનો વીડિયો ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આગળ અમે આ વિડિયો ડિઝની પ્લસ હોટસ્ટારની ઓફિશિયલ ટ્વિટર વોલ પર પણ જોયો. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે પિતાનું અપહરણ કેમ કરો, #Disney Plus Hotstar હૈ ના.
આના પરથી સ્પષ્ટ થાય છે કે કપિલ દેવના અપહરણના નામે નકલી અફવા ફેલાવવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કપિલ દેવનો વાયરલ વીડિયો તેમના અપહરણની નકલી અફવા સાથે ફેલાવવામાં આવ્યો છે. વાયરલ વીડિયો 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC વર્લ્ડ કપની જાહેરાતનો એક ભાગ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: શું ખરેખર કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False