
The GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે ? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ ટીમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે ? આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યામાં બનનારા રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે. આ પોસ્ટને 2 લોકોએ લાઈક કરી હતી. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અયોધ્યામાં બનનારા રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને India TV દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સદસ્ય કામેશ્વર ચોપાલ દ્વારા એવું જમાવવામાં આવ્યું હતું કે, અયોધ્યા ખાતે નિર્માણ થનારા રામ મંદિરના પાયામાં 2000 ફૂટ નીચે એક પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ મૂકવામાં આવશે. જેને લીધે ભવિષ્યમાં કોઈ પણ રામ મંદિરનો ઈતિહાસ જાણવા માંગે તો તે અંગેની તમામ માહિતી ત્યાંથી મળી રહે.
આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. businessworld.in | UP Tak
અમારી વધુ તપાસમાં Shri Ram JanmbhoomiTeerth Kshetra દ્વારા 28 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી શ્રી ચંપત રાય દ્વારા એવું જમાવવામાં આવ્યું હતું કે, “હાલમાં એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે શ્રી રામ જન્મભૂમિના નિર્માણ સ્થળની નીચે એક પ્રકારાની ટાઈમ કેપ્સ્યૂલ મૂકવામાં આવશે જે સમાચાર તદ્દન ખોટા છે. તેને માનવા જોઈએ નહીં.”
આજ માહિતી સાથેની અન્ય એક ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Hindustan Times | timesofindia.indiatimes.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
પરિણામ
આમ, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Explainer
