શું ખરેખર બ્રિટનના વડાપ્રધાનની ઓફિસમાં પોંગલ તહેવાર મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેળના પત્તા પર ભોજન લઈ રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનોકની ઓફિસમાં પોંગલનો તહેવાર મનાવવામાં આવ્યો અને તમામ લોકોએ કેળના પત્તા પર ભોજન કર્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનોકની ઓફિસનો નહીં પરંતુ કેનેડામાં આવેલા તમિલ સમુદાયના કાર્યાલયનો છે જ્યાં લોકોએ પોંગલના તહેવાર પર કેળના પત્તા પર ભોજન કર્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Deven Paleja નામના ફેસબુક પેજ દ્વારા 18 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બ્રિટન ના પંતપ્રધન ને ત્યાં સંક્રાંતિ પોંગલ નું કેળ ના પાન પર ભોજન. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનોકની ઓફિસમાં પોંગલનો તહેવાર મનાવવામાં આવ્યો અને તમામ લોકોએ કેળના પત્તા પર ભોજન કર્યું તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનોકની ઓફિસમાં આ પ્રકારે પોંગલનો તહેવાર મનાવવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Tamil Culture Waterloo Region નામના ફેસબુક પેજ દ્વારા 16 જાન્યુઆરી, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કેનેડાના વોટરલૂનો છે. વધુમાં એમ પણ જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રમુખ, શહેરના મેયર, કાઉન્સિલર, પોલીસ વડા અને સ્ટાફ હાજર હતો. જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો તેનું નામ પણ માહિતીમાં લખેલું છે. અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ વીડિયો તમિલ કલ્ચર વોટરલૂ રિજનની પ્રોપર્ટી છે.

વધુ તપાસ કરતાં, અમને કેનેડામાં સ્થિત કિચનર સિટીના મેયર બેરી વ્રબાનોવિક દ્વારા 16મી જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ મળી હતી. જેમાં તેમણે આ ઈવેન્ટના કેટલાક ફોટા શેર કર્યા છે. ઓન્ટારિયો, કેનેડામાં કિચનર અને વોટરલૂને જોડિયા શહેર ગણવામાં આવે છે. આ ટ્વિટમાં પ્રકાશિત ફોટોમાં તમે પોંગલ તહેવાર પર જમવા બેઠેલા વ્રબાનોવિકને પણ જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનોકની ઓફિસનો નહીં પરંતુ કેનેડામાં આવેલા તમિલ સમુદાયના કાર્યાલયનો છે જ્યાં લોકોએ પોંગલના તહેવાર પર કેળના પત્તા પર ભોજન કર્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:શું ખરેખર બ્રિટનના વડાપ્રધાનની ઓફિસમાં પોંગલ તહેવાર મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False