શું ખરેખર યોગી આદિત્યનાથે મતદારોને મત આપવા માટે પૈસા આપ્યા હતા...? જાણો શું છે સત્ય....
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં અનેક સાચા-ખોટા દાવાઓ પાર્ટીઓ દ્વારા કરવામાં આવતુ હોય છે.
જે પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યાનાથ બેસેલા જોવા મળે છે અને એક વ્યક્તિ સામે બેસેલા વ્યક્તિને પૈસા આપી રહ્યો છે. જે બાદમાં યોગી આદિત્યનાથ ને પગે લાગી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચૂંટણી જીતવા મતદારને યોગી આદિત્યનાથ પૈસા વહેંચી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ દસ વર્ષ જુનો વિડિયો છે. હાલની વિધાનસભા ચૂંટણી સાથે તેને કોઈ લેવાદેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચૂંટણી જીતવા મતદારને યોગી આદિત્યનાથ પૈસા વહેંચી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમને વિડિયોમાં (અમિત શાહ ફેન) ફેસબુક પેજનું વોટરમાર્ક જોવા મળ્યુ હતુ. અમને આ ફેસબુક પેજના આર્કાઈવમાં આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2019માં અપલોડ કરવામાં આવ્યો હતો.
આ વિડિયો સાથેની પોસ્ટમાં વાચવામાં આવે છે કે "ઓલ્ડ ઇઝ ગોલ્ડ, યોગી આદિત્યનાથનો જુનો વિડિયો તમે જ જુઓ શું થયું." આ વિડિયોના પહેલા ભાગમાં જોઈ શકાય છે કે યોગીએ એક યુવકને માર મારવાની ઘટનામાં અધિકારીઓની કડક પૂછપરછ કરી હતી.
તેમજ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2019માં અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નચે જોઈ શકો છો.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી સમયે પણ આ વિડિયો વાયરલ થયો હતો. જેની પડતાલ ફેક્ટ ક્રેસન્ડો મલાયાલમ ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સાબિત થયુ હતુ કે, આ વિડિયો વર્ષ 2012નો છે. એટલે કે 10 વર્ષ જુનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ દસ વર્ષ જુનો વિડિયો છે. હાલની વિધાનસભા ચૂંટણી સાથે તેને કોઈ લેવાદેવા નથી.
Title:શું ખરેખર યોગી આદિત્યનાથે મતદારોને મત આપવા માટે પૈસા આપ્યા હતા...?
Fact Check By: Yogesh KariaResult: False