બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા એ માહિતી અફવા… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Praveen Monpara નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મોટાભાઈ का बड़ा धमाका ️💪 BMC એ કોરનटैन કરેલ IPS વિનય તિવારી CBI માં ડેપ્યુટેશન પર!️💪 બોલીવૂડ સફાઈ . પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થોડા દિવસ પહેલાં BMC દ્વારા કોરન્ટાઈન કરાયેલા બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા. આ પોસ્ટને 214 લોકોએ લાઈક કરી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યો હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.11-13_36_00.png

Facebook Post | Archive

સંશોધન


પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થોડા દિવસ પહેલાં BMC દ્વારા કોરન્ટાઈન કરાયેલા બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને IPS વિનય તિવારી દ્વારા 10 ઓગષ્ટ, 2020 ના રોજ ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, કાલથી કેટલાક સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. જે સંપૂર્ણપણે ખોટા, ગેરમાર્ગે દોરેલા અને અફવા છે. કૃપા કરીને તેના પર ધ્યાન આપશો નહીં.” જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

ઉપરોક્ત ફેસબુક પોસ્ટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, અભિષેક તિવારી નામના એક ફેસબુક યુઝર દ્વારા IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મોકલવામાં આવ્યા એવી કોમેન્ટ કરવામાં આવી હતી. જેના જવાબમાં IPS વિનય તિવારી દ્વારા આ માહિતી ખોટી, ભ્રામક અને અફવા છે તેમજ તેના પર ધ્યાન ન આપવાનું જણાવવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2020.08.11-13_53_05.png

અમારી વધુ તપાસમાં અમને IPS વિનય તિવારી દ્વારા 10 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ તેઓએ એવું જ જણાવ્યું હતું કે, કાલથી કેટલાક સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. જે સંપૂર્ણપણે ખોટા, ગેરમાર્ગે દોરેલા અને અફવા છે. કૃપા કરીને તેના પર ધ્યાન આપશો નહીં.

Archive

અમારી વધુ તપાસમાં અમે સીધો જ બિહારના IPS વિનય તિવારીનો સંપર્ક કર્યો હતો. તેઓએ પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરતાં આ માહિતી ખોટી હોવાનું જણાવ્યું હતું.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થોડા દિવસ પહેલાં BMC દ્વારા કોરન્ટાઈન કરાયેલા બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા છે એ માહિતીનું IPS વિનય તિવારી દ્વારા જ ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થોડા દિવસ પહેલાં BMC દ્વારા કોરન્ટાઈન કરાયેલા બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા છે એ માહિતીનું IPS વિનય તિવારી દ્વારા જ ખંડન કરવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા એ માહિતી અફવા… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •