
First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનએ પોતાના ગૃહ મંત્રીની સાથે તેમના નિવાસસ્થાને “શ્રીરામ અભિષેક” કર્યો અને જણાવ્યું કે હું ભારતીય કલ્ચરનો બહુ મોટો ફેન છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન દ્વારા તેમના ગૃહમંત્રીના નિવાસસ્થાને શ્રીરામ અભિષેક કર્યો હતો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શએર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો 19 ડિસેમ્બર, 2019ના રોજ બોરીસ જહોનસને પોતે શેર કર્યો હતો. પ્રીતિ પટેલની સાથે તેમણે લંડનના સ્વામિનારાયણ મંદિર અને ઇસ્કોન મુખ્યાલયની મુલાકાત લીધી હતી.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ ફોટો વર્ષ 2019નો છે હાલમાં 5 ઓગસ્ટનો રામ મંદિર ભૂમિપૂજન દિવસ નથી.
સ્વામિનારાયણ મંદિરની આ મુલાકાતનો વીડિયો ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે. જે તમે તેને નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બોરિસ જ્હોનસનના જૂના ફોટાને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે રામ મંદિરના ભૂમિપૂજનના દિવસે રામની મૂર્તિનો અભિષેક નથી કર્યો.

Title:શું ખરેખર બ્રિટનના વડાપ્રધાન દ્વારા રામ મંદિરને લઈ અભિષેક કરાયો….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
