શું ખરેખર દીવ પેટ્રોલ પંપમાં લાગેલી આગના સીસીટીવીનો આ વિડિયો છે....? જાણો શું છે સત્ય...
Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જો તમે પણ પેટ્રોલ પંપ પર આ રીતે ભરાવો છો પેટ્રોલ, તો ધ્યાન રાખજો જો તમે પણ પેટ્રોલ પંપ પર આ રીતે ભરાવો છો પેટ્રોલ, તો ધ્યાન રાખજો ક્યાક વિસ્ફોટ ના થઇ જાય. જુઓ દીવના પેટ્રોલ પંપનો વીડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8900 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 48 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1300થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પેટ્રોલપંપમાં બાઈકમાં લાગેલી આગનો આ વિડિયો દીવનો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત વિડિયો રાજકોટના ગાંધીપડાના નામે પણ સોશિયલમિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ન્યૂઝફ્લેર નામની વેબસાઇટ પર આ વિડિયો જોવા મળી હતી. તેમણે કહ્યું કે વિડિયો રાજસ્થાનના ચિડાવા ગામનો છે. આ ઘટના 24 જુલાઈના રોજ બની હતી. અમર ઉજાલાએ પણ આવી જ માહિતી આપી હતી.
રાજસ્થાનની એક સ્થાનિક ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો રાજસ્થાનના ઝુનઝુનુના ચિડાવા ગામના પેટ્રોલ પંપ પરનો છે.
ફેક્ટ ક્રેસન્સેન્ડોએ ચિડાવા પોલીસ સ્ટેશનના એસએસઓ લક્ષ્મીનારાયણ સૈનીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પુષ્ટિ કરી હતી કે, આ ઘટના ચિડાવા ગામે બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેથી આ ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાય નથી.
આ ઘટના રેલ્વે સ્ટેશન રોડ પર સરદાર ફિલિંગ સ્ટેશન નામના પંપ પર બની હતી. તેના માલિક, સુરેન્દ્ર રાવે, ફેક્ટ ક્રેસસેન્ડોને જણાવ્યું હતું કે વિડિયો તેમના જ પેટ્રોલ પંપનો છે. 24 જુલાઇએ અચાનક આગ ફાટી નીકળી હતી. તેમાં કોઈ નુકસાન થયું ન હતું.
શું સેનિટાઇઝરને કારણે આગ લાગી હતી.?
સુરેન્દ્ર રાવ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, તેમને આગનું ચોક્કસ કારણ ખબર નથી. ભારત પેટ્રોલિયમ નિષ્ણાંતોએ પણ તપાસ હાથ ધરી હતી. પરંતુ, એવું કહી શકાય નહીં કે આગ સેનિટાઇઝરને કારણે લાગી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો દિવનો કે ગુજરાતનો નથી પરંતુ રાજસ્થાનના ચિડાવાનો છે. જેની પૃષ્ટી પેટ્રોલ પંપના માલિક અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.
Title:શું ખરેખર દીવ પેટ્રોલ પંપમાં લાગેલી આગના સીસીટીવીનો આ વિડિયો છે....? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False