શું ખરેખર RSSના કાર્યકરો ઉત્તરાખંડમાં મદદ પહોચ્યા તેનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુરઘટના બાદ સોશિયલ મિડિયામાં પણ સાચા-ખોટા મેસેજ વાયલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો તેમના ખંભા પર સામાન લઈને જતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ઉત્તરાખંડમાં બનેલી દુર્ઘટના દરમિયાન RSS કાર્યકરો મદદ માટે પહોચ્યા તેનો છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વર્ષ 2013ના જૂના ફોટોને ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના તમામ ગામોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને કોઈ નુકસાન થયું નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Piyush Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચમોલીના આસપાસના ગામોમાં ભારે નુકશાન થયુ છે અને આ ફોટો હાલમાં ઉત્તરાખંડમાં બનેલી દુર્ઘટના દરમિયાન RSS કાર્યકરો મદદ માટે પહોચ્યા તેનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને સંવાદ નામની વેબસાઈટ પર આઠ વર્ષ પહેલા આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. વર્ષ 2013માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકરો ઉત્તરાખંડમાં પૂર દરમિયાન મદદ માટે દોડી આવ્યા હતા. તે સમયનો ફોટો છે. 

સંવાદ

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ઉત્તરાખંડના જોશીમઠના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કુમકુમ જોશીનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ મેસેજ અસત્ય છે અને તમામ ગામોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તમામ ગામલોકોને તેમના ગામ પરત મોકલી દેવાયા છે.

આ પછી અમે તપોવન ગામના સરપંચ કિશોર કનિઆલનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે “ગામને કે ગ્રામજનોને કોઈ નુકસાન થયું નથી. તેમણે સોશિયલ મિડિયા પર દુર્ઘટના અંગે મૂંઝવણ ન ફેલાવવા અપીલ કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વર્ષ 2013ના જૂના ફોટોને ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના તમામ ગામોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને કોઈ નુકસાન થયું નથી.

Avatar

Title:શું ખરેખર RSSના કાર્યકરો ઉત્તરાખંડમાં મદદ પહોચ્યા તેનો ફોટો છે…..?

Fact Check By: Yogesh Karia 

Result: False