શું ખરેખર સુરતમાં સાઈકલ ચાલક પાસેથી મોબાઈલની લૂંટ કરવામાં આવી…?જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Vajra News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. સુરત…મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ… શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 242 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 24 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કવરામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં સાઈકલ ચાલક પાસેથી બાઈકમાં આવેલા બે શખ્સોએ મોબાઈલની લૂંટ કરી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્ચવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર “મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને GSTV નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. પરંતુ તેમાં ક્યાંય પણ આ ઘટના અંગેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. 

GSTV | ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીસીટીવીને ડાઉનલોડ કરતા અમને આ બનાવ જ્યા બન્યો હતો. તેની નજીકની દૂકાનનું નામ જાણવા મળ્યુ હતુ. જે દૂકાનનું નામ હતુ Sun Grace Opticians. જે તમે નીચે વાંચી શકો છો. 

ત્યારબાદ અમે ગૂગલ પર Sun Grace Opticians લખતા આ દૂકાન લુધિયાણા પંજાબમાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેનું સરનામું “197/1 બ્રાન્ડસ રોડ, બિકાનેર મિઠાઈ વાળાની પાસે. પ્રિતમનગર, મોડલ ટાઉન, લુધિયાણા, પંજાબ, 141002” દર્શાવવામાં આવ્યુ હતુ. સાથે અમને આ દૂકાનનો “0161 500 0850” નંબર પણ પ્રાપ્ત થયો હતો. 

ઉપરોક્ત નંબર પર વાત કરતા સામા પક્ષે રહેલા દૂકાનના માલિકે એ વાતની પૃષ્ટી કરી હતી કે, “આ બનાવ 6 નવેમ્બરના સાંજે 4 વાગ્યા આસપાસ તેમની દૂકાન બહાર જ બન્યો હતો. જે બનાવ તેમની દૂકાનની પાસેમાં આવેલી દૂકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.” 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થઈ ગયુ હતુ કે,આ બનાવ સુરત શહેરનો તો નથી. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કી વર્ડ સાથે સર્ચ કરતા અમને DAINIKBHASKAR.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સંપૂર્ણ ઘટનાની માહિતી આપવામાં આવી છે. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

DAINIKBHASKAR | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે ઘટનાની માહિતી આપવામાં આવી છે. તે ઘટના સુરતમાં નહિં પરંતુ પંજાબના લુધિચાણામાં બનવા પામી છે. જે દૂકાનની બહાર આ ઘટના બની છે. તે દૂકાનદાર દ્વારા આ ઘટના ની પુષ્ટી કરવામાં આવી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે ઘટનાની માહિતી આપવામાં આવી છે. તે ઘટના સુરતમાં નહિં પરંતુ પંજાબના લુધિચાણામાં બનવા પામી છે. જે દૂકાનની બહાર આ ઘટના બની છે. તે દૂકાનદાર દ્વારા આ ઘટના ની પુષ્ટી કરવામાં આવી છે. 

Avatar

Title:શું ખરેખર સુરતમાં સાઈકલ ચાલક પાસેથી મોબાઈલની લૂંટ કરવામાં આવી…?જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False