તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હરિદ્વાર ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિદ્વારનો નહીં પરંતુ વર્ષ 2022 માં ભારે વરસાદને લીધે પૂર આવતાં પાકિસ્તાનના કોહિસ્તાન ખાતે આવેલા રનોલિઆ પાવર પ્લાન્ટની જગ્યાએ સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે હરિદ્વાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હરિદ્વાર ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના એક દ્રશ્ય સાથેના સમાચાર 4 જૂન, 2024 ના રોજ thefridaytimes.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાનના કોહિસ્તાન ખાતે આવેલા રનોલિઆ પાવર પ્લાન્ટની પૂરને કારણે થયેલી પરિસ્થિતિનો આ ફોટો છે.

download.png

Archive

અમારી વધુ તપાસમાં અમને વર્ષ 2022 માં એક યુટ્યુબ યુઝર દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પાકિસ્તાનનો હોવાની માહિતી સાથે અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને યુટ્યુબ પર વર્ષ 2022 માં અપલોડ કરાયેલા પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Video 1 | Youtube Video 2

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિદ્વારનો નહીં પરંતુ વર્ષ 2022 માં ભારે વરસાદને લીધે પૂર આવતાં પાકિસ્તાનના કોહિસ્તાન ખાતે આવેલા રનોલિઆ પાવર પ્લાન્ટની જગ્યાએ સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે હરિદ્વાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો હરિદ્વાર ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False