જાણો કમાભાઈની નવી ગાડીના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મર્સિડીઝ ગાડી સાથે ઉભેલા ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ અને કમાભાઈનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈએ નવી મર્સિડીઝ ગાડી લીધી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મર્સિડીઝ ગાડી સાથે ઉભેલા ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ અને કમાભાઈનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ ફોટો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં જ્યારે ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજે નવી મર્સિડીઝ ગાડી લીધી એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આપડે બધાં સ્માર્ટ મીટર પાછળ રહી ગયાં કમો મરચીડીસ લાવી દિધી હવે તો દેશદ્રોહી ઓ સુધારો 😀. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈએ નવી મર્સિડીઝ ગાડી લીધી તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની પોસ્ટ ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ દ્વારા તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 9 ફેબ્રુઆરી, 2022 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ એવું લખ્યું હતું કે, જય માતાજી દરેક મિત્રો ને આજે જણાવતા આનંદ થાય છે કે જડીયાવીર દાદા અને હિંગલાજમાં ની અસીમ કૃપા થી આજે મે નવી મર્સીડીસ ગાડી લીધી છે તો માતાજીના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના 💐 જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ મર્સિડીઝ ગાડી કમાભાઈએ નહીં પરંતુ જીજ્ઞેશ કવિરાજે ખરીદી હતી.

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. gujaratiakhbar.com | gujjurocks.in

આ ફોટોમાં અમને ક્યાંય પણ કમાભાઈ જોવા મળ્યા નહતા. હવે એ જાણવું જરુરી હતું કે, કમાભાઈનો આ ફોટો આવ્યો ક્યાંથી? તો એના માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને કમાભાઈનો હાથ જોડેલો આજ ફોટો તેમના ઈન્સ્ટાગ્રામ પર 8 ઓગષ્ટ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

કમાભાઈનો આ ફોટો ફ્લિપ કરીને જીજ્ઞેશ કવિરાજના ગાડી સાથેના ફોટોમાં એડ કરવામાં આવ્યો છે. આ બંને ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મર્સિડીઝ ગાડી સાથે ઉભેલા ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ અને કમાભાઈનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ ફોટો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં જ્યારે ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજે નવી મર્સિડીઝ ગાડી લીધી એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો કમાભાઈની નવી ગાડીના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False