જાણો રામ ભજન ગાઈ રહેલા ફારુક અબ્દુલ્લાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રામ ભજન ગાઈ રહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં રામ ભજન ગાયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રામ ભજન ગાઈ રહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017નો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આને કેવાય સુલેમાન સુધર ગયા  કિસ ગલી ગયો મેરે રામ, આંગન મોરા સૂના સૂના ફારૂક અબ્દુલ્લાએ ગાયું ભજન. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં રામ ભજન ગાયું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 26 નવેમ્બર, 2017 ના રોજ Zee News દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, જુઓ ફારુક અબ્દુલ્લાનો નવો અંદાજ. 

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર Zee Punjab Haryana Himachal દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર પર 27 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રામ ભજન ગાઈ રહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017નો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો રામ ભજન ગાઈ રહેલા ફારુક અબ્દુલ્લાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context