તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સુરતનો નહીં પરંતુ વર્ષ 2020 માં ભારે વરસાદને કારણે રાજસ્થાનના જયપુર ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સુરતમાં પાણી પાણી. પર્વત પાટિયા સુરત. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોનું લાંબુ વર્ઝન ખાસ ખબર ડોટ કોમ નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 11 એપ્રિલ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જયપુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં બસમાં પાણી ઘૂસી ગયા.

ઉપરોક્ત આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એક જગ્યા પર ‘नसियां भट्टारकजी’ લખેલું એક બોર્ડ જોવા મળ્યું હતું. જેને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ જગ્યા જયપુરમાં આવેલી છે. આજ વીડિયોમાં આ બસની એક બારીના કાચ પર बस जयपुर પણ લખેલું જોવા મળે છે.

screenshot-www.youtube.com-2024.07.22-15_29_21.png

screenshot-www.youtube.com-2024.07.22-15_32_07.png

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પત્રિકા અને ખાસખબર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

download.png

Archive

અમારી વધુ તપાસમાં અમને પત્રકાર ઉમાશંકરસિંહ દ્વારા પણ આજ વીડિયો જયપુરનો હોવાની માહિતી સાથેની એક ટ્વિટ 12 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

જોકે, તાજેતરમાં સુરતમાં પણ ભારે વરસાદ થતાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાઈ ગયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સુરતનો નહીં પરંતુ વર્ષ 2020 માં ભારે વરસાદને કારણે રાજસ્થાનના જયપુર ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: False