‎‎ગણદેવી તાલૂકો નામના ફેસબુક પેજ દ્વારા 8 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગૂગલ પરથી LOC નિકળી ગયૂ છે....મહત્વ ના સમાચાર છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે. આ પોસ્ટને 118 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.12-20_16_06.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને washingtonpost.com દ્વારા 14 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગૂગલની સુધારેલી નીતિ મુજબ વિવાદિત સીમાઓને સ્થાનિક કાયદાના આધારે દર્શાવવામાં આવે છે. જેનો અર્થ છે કે વિવાદિત સીમા ત્યારે જ જોઇ શકાય છે જ્યારે નકશો ભારતની બહારથી જોવામાં આવે. જે વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત અહેવાલમાં ભારતના ગૂગલ મેપ્સ અને વિદેશના ગૂગલ મેપ્સની તુલના કરવામાં આવી છે. જેમાં તમે જોઈ શકો છો કે, એલઓસી ભારતના ગૂગલ મેપ્સમાં દેખાતું નથી. કારણ કે આખું કાશ્મીર ભારતનો એક ભાગ છે, આ ભારતની ભૂમિકા છે. તેથી, ભારતના ગૂગલ નકશામાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સીમાંકન સીમા (એલઓસી) બતાવવામાં આવતી નથી.

પરંતુ જો તમે ભારતની બહારથી ગૂગલ મેપ જોશો તો તેમાં તમે LOC જોઈ શકો છો.

image3.png


ગૂગલના એક પ્રવક્તાએ 15 ફેબ્રુઆરી, 2020 ના રોજ ધ હિન્દૂને પી.ટી.આઈ.નો હવાલો આપતા કહ્યું હતું કે, ગૂગલ તે દેશમાં સરકારની ભૂમિકા અને કાયદા અનુસાર પોતાનો નકશો બદલી નાખે છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો તમે ગૂગલમાં ભારતમાંથી જોશો તો તમને LOC નહીં દેખાય પરંતુ જ્યારે તમે ભારત બહારથી ગૂગલ મેપમાં જોશો તો તેમાં LOC જોઈ શકાય છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો તમે ગૂગલમાં ભારતમાંથી જોશો તો તમને LOC નહીં દેખાય પરંતુ જ્યારે તમે ભારત બહારથી ગૂગલ મેપમાં જોશો તો તેમાં LOC જોઈ શકાય છે.

છબીઓ સૌજન્ય: ગૂગલ

Avatar

Title:શું ખરેખર ગૂગલ મેપમાંથી LOC હટાવવામાં આવ્યું...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Partly False