શું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો બસની અંદરથી લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યુ છે. આ વિડિયોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળે છે અને વાહનો પણ પાણીમાં તરતા હોવાનું જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાયાનો આ વિડિયો દિલ્હીનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીનો નહિં પરંતુ મુંબઈનો છે. મુંબઇમાં ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિ દરમિયાન રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Haresh Savaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાયાનો આ વિડિયો દિલ્હીનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો વર્ષ 2020ની એક ફેસબુક પોસ્ટ પર પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મુંબઇમાં ભારે વરસાદના કારણે ઘરમાં પાણી ઘુસ્યા તેમજ રોડ પર પાણી ભરાવાના કારણે વાહનો પણ તરવા લાગ્યા.

ત્યારબાદ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સંપૂર્ણ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટ છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આ વિડિયોનો એક ભાગ છે. તેમા પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “મુંબઈમાં 46 વર્ષમાં સૌથી ભંયકર વરસાદ આવ્યો છે. રસ્તામાં તેમજ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.


Archive

ત્યારબાદ અમે વિડિયોનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને વિડિયોમાં એક બોર્ડ જોવા મળ્યુ હતુ જેમાં લખ્યુ હતુ Harjivandas Mohandas & Company India Pvt Ltd જેના આધારે અમે ગૂગલ પર શોધ કરતા અમને જસ્ટ ડાઈલ પર આ કંપનીની વિગત પ્રાપ્ત થઈ હતી. 

ત્યારબાદ અમે જસ્ટ ટાઈલ પરથી આ કંપનીનું એડ્રેસ પ્રાપ્ત થયુ હતુ. જેમાં કંપની એડ્રેસ સી પી ટેંક રોડ, ગિરગાવ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સામે, મુંબઇ- 400004 જણાવવામાં આવ્યુ હતુ અને કંપની ના ઓનરનો નંબર પણ આપવામાં આવ્યો હતો. જેમાં કંપનીના માલિક રવિન્દ્ર બાગલનો નંબર આપ્યો હતો, જેનો અમે સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, આ વિડિયો તેમની દૂકાન બહારનો જ છે અને ગત વર્ષનો છે. હાલનો નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીનો નહિં પરંતુ મુંબઈનો છે. મુંબઇમાં ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિ દરમિયાન રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા.

Avatar

Title:શું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False