શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હોવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જખીરા ગોલચક્કરથી મુંડકા રોહતક સુધીના રોડનું સમારકામ કરવામાં આવ્યું તે અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Haresh savaliya નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આપિયાવ નવા લોટા મૂક્યાં છે માડો ધોવાં. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેની એક ટ્વિટ સુપ્રિમ કોર્ટના વકીલ Prateek Som દ્વારા 8 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ પોસ્ટરને તમે જોઈ શકો છો પરંતુ તેમાં જે લખાણ છે એ અલગ જ છે. જેમાં એવું લખવામાં આયું છે કે, बधाई! जखीरा गोलचक्कर से मुण्डका रोहतक रोड का मरम्मत कार्य शुरु જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે, અભિનંદન… જખીરા ગોલચક્કરથી મુંડકા રોહતક સુધીના રોડનું સમારકામ શરુ.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

વધુમાં તમે આ બંને ફોટાઓમાં રહેલી સામ્યતા પણ નીચે જોઈ શકો છો…

અમારી વધુ તપાસમાં અમને આમ આદમી પાર્ટીના સત્તાવાર યુટ્યુબ પર જ્યારે અરવિંદ કેજરીવાલે જખીરા ગોલચક્કરથી મુંડકા રોહતક સુધીના રોડના સમારકામનું કાર્ય શરુ કર્યું એ સમયનો એક વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ તમે ઓરિજીનલ પોસ્ટરમાં જે લાખાણ છે એ તમે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હોવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જખીરા ગોલચક્કરથી મુંડકા રોહતક સુધીના રોડનું સમારકામ કરવામાં આવ્યું તે અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Avatar

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Altered