Meruliya Hiten નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2007 મા સંજય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સંજય રાઉત વર્ષ 2007માં ડાન્સ કરી રહ્યા હોવાનો વિડિયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

હાલમાં કંગના રાનાઉત અને શિવસેના વચ્ચેના વિવાદને લઈ સોશ્યલ મિડિયાનું બઝાર ખૂબ જ ગરમ છે. બંને પક્ષોના સમર્થકો દ્વારા વિડિયો સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, સંજય રાઉત ડાન્સ કરી રહ્યો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

જૂદા મ્યુઝિક સાથે આ વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ અમને આ વિડિયો યુટ્યુબ પર નવેમ્બર 2019ના પ્રાપ્ત થઈ હતી. જે પર જાણી શકાય છે કે, આ વિડિયો વર્ષ 2020નો નથી.

ARCHIVE

ત્યારબાદ અમે ફેસબુક સર્ચ કરતા અમને એક ફેસબુક યુઝર દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, “હલકટ જવાની સંજય રાઉત ડાંસ વિડિયો, હલકટ જવાની સંજય રાઉત જેવો લાગતો વ્યક્તિનો ડાન્સ.

આ ઉપરથી અમને જાણવા મળ્યુ કે વાયરલ વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ સંજય રાઉત નથી પરંતુ તેમના જેવો વ્યક્તિ છે. ત્યારબાદ અમે કીવર્ડના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, અને સમાચાર એજન્સી અનુસાર વિડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ મહારાષ્ટ્રના પરભળી જિલ્લાના એક પોલીસ ઓફિસર છે. જેનું નામ લક્ષ્મણ ભદરગે છે.

ARCHIVE

ત્યારબાદ અમે પરભળીના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ ભદરગેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને સ્પષ્ટ કર્યુ હતુ કે, વિડિયો તેમનો જ છે.

“વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ હું જ છુ. આ વિડિયો ઈન્ટરનેટ પર આ પહેલા પણ બહુ વાયરલ થયો હતો. જ્યારે પહેલીવાર આ વિડિયો વાયરલ છયો હતો ત્યારે ઘણા ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલના પત્રકારો દ્વારા મારૂ ઈન્ટરવ્યુ કરવામાં આવ્યુ હતુ. મને તો ખ્યાલ જ ન હતો કે મારા ડાંસનો વિડિયો ઈન્ટરનેટ પર આટલો ફેમસ થયો હતો.”

તેઓ અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો એક વર્ષ જુનો છે.

હું નવેમ્બર 2019ના મારા મિત્રના દિકરાના લગ્નમાં પરભળી ગયો હતો. જ્યાં મે વાયરલ વિડિયોમાં જોવા મળતો ડાન્સ કર્યો હતો. મુળ વિડિયો લગભગ 20 થી 21 સેકેન્ડનો છે. આ વિડિયોને કોઈએ એડિટ કર્યો છે. મારો ચહેરો શિવસેના પ્રમુખ સંજય રાઉત સાથે મળતો આવતો હોવાથી લોકોને લાગી રહ્યુ છે કે, વિડિયોમાં સંજય રાઉત ડાન્સ કરી રહ્યા છે. પરંતુ તે તદ્દન ખોટુ છે.

હેડ કોન્સ્ટેબલ ભદરગે દ્વારા વિડિયોના રૂપમાં સ્પષ્ટીકરણ પણ મોકલાવ્યુ હતુ. વિડિયોમાં તેઓ જણાવે છે કે, વાયરલ થઈ રહેલો ડાંસનો વિડિયો તેમનો જ છે.

ત્યારબાદ લક્ષ્મણ ભદરગે દ્વારા એક ન્યુઝપેપરની ફોટો પણ અમને મોકલાવી હતી. જેમાં વાયરલ થઈ રહેલા ડાંસના વિડિયો પરભળીમાં સ્થિત પોલિસ હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ ભદરગેનો છે.

તેમજ હેડ કોનસ્ટેબલ લક્ષ્મણ ભદરગે અને શિવસેના સંજય રાઉતના ફોટા વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દેખાતા વ્યક્તિ શિવસેના પ્રમુખ સંજય રાઉત નથી પરંતુ હેડ કોનસ્ટેબલ લક્ષ્મણ ભદરગે છે.

Avatar

Title:શું ખરેખર સંજય રાઉતનો વર્ષ 2007નો આ વિડિયો છે...? જાણો શું છે સત્ય.....

Fact Check By: Yogesh Karia

Result: False