Fact Check: શું લુપ્પો કંપનીની ટેબલેટ ખાવાથી લકવો થવાનું જોખમ છે...? જાણો શું છે સત્ય....
લુપ્પો કેકમાં કોઈ લકવાગ્રસ્ત ગોળીઓ મળી નથી. આ વિડિયો કોઈએ ભ્રામક્તા ફેલાવવા માટે બનાવ્યો હતો. તેમજ આ પ્રોડક્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. તે માત્ર ઇરાકમાં વેચાય છે. તેથી ભારતમાં આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.
હાલમાં એક 36 સેકેન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક પેકેટ માંથી કેક બહાર કાઢવામાં આવે છે અને તેને તોડવામાં આવે છે. જેની અંદરથી 2 નાની ગોળી નીકળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લુપ્પો કંપની દ્વારા તેમની કેકમાં ગોળી નાખવામાં આવે છે, જે ખાવાથી બાળકોને લકવો થઈ જાય છે અને આ કેક ભારતમાં વેચવા માટે આવી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
अम्रूतलाल हिंदूस्तानी हिंदूस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લુપ્પો કંપની દ્વારા તેમની કેકમાં ગોળી નાખવામાં આવે છે, જે ખાવાથી બાળકોને લકવો થઈ જાય છે અને આ કેક ભારતમાં વેચવા માટે આવી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે, આ વિડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે. Yahoo News (UK)ની વેબસાઈટ અનુસાર, વિડિયોમાં કરવામાં આવેલા દાવાઓનો કોઈ આધાર નથી. તુર્કીમાં લુપ્પો કેક બનાવવામાં આવે છે. અહેવાલમાં ફ્રાન્સ ઓબ્ઝર્વર, ટેયિટ અને સ્નોપ્સ વેબસાઇટનો પણ આધાર લેવામાં આવ્યો છે.
તેમની વેબસાઈટ અનુસાર, આ વિડિયો પહેલીવાર 28 ઓક્ટોબર, 2019ના રોજ YouTube પર શેર કરવામાં આવ્યો હતો. વિડિયોની 45 સેકન્ડમાં, ઇરાકી-કુર્દીસ્તાન ક્ષેત્રમાં બોલાતી સોરાની બોલી સંભળાય છે. નીચે ફ્રીજમાં પણ Ace Aspiliç કંપનીની પ્રોડક્ટ છે. આ ઉત્પાદન તુર્કીથી ઇરાકમાં નિકાસ કરવામાં આવે છે. આનાથી એવી શક્યતા વધારે છે કે વિડિયો ઈરાક-કુર્દીસ્તાન વિસ્તારનો છે.
વિડિયોની નજીકથી તપાસ કરવાથી જાણવા મળે છે કે જ્યારે કેકને બિડાણમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તેમાં બે કાણાં છે. તેથી, શક્ય છે કે ગોળીઓ પાછળથી કેકમાં દાખલ કરવામાં આવી હતી. ફ્રાન્સ24 વેબસાઈટ અનુસાર, વિડિયો વાયરલ થયા બાદ કુર્દીસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો હતો. તદનુસાર, આરોગ્ય અધિકારીઓએ લુપ્પો કેક પર સ્થળ તપાસ હાથ ધરી હતી. આ નિરિક્ષણનો વિડિયો પણ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. લુપ્પો કેકમાંથી કોઈ ગોળી મળી નથી.
લુપ્પો કેક ભારતમાં ઉપલબ્ધ નથી
સ્નોપ્સની વેબસાઈટ અનુસાર લુપ્પો કેકનું ઉત્પાદન તુર્કીમાં શોલાન કંપની દ્વારા કરવામાં આવે છે. આ ઉત્પાદન ફક્ત ઇરાકમાં વેચાય છે. આ પ્રોડક્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. જેથી અહીંના નાગરિકોએ ડરવાની જરૂર નથી. ઉપરાંત, આવી ગોળીઓથી લકવો થવાનું જોખમ અસંભવિત છે. તેથી આ દાવો પણ પાયાવિહોણો છે.
જ્યારે ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા શોલાન સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે શોલાન કંપનીએ ઈમેલ દ્વારા જવાબ આપ્યો કે, આ વિડિયો સંપૂર્ણપણે ખોટો છે. કંપની આંતરરાષ્ટ્રીય નિયમો અને નિયમો અનુસાર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. કંપનીને બદનામ કરવા માટે આ વિડિયો ફેલાવવામાં આવી રહ્યો છે. અમે અમારી વેબસાઇટ દ્વારા વાચકોને આ વાસ્તવિક સમાચાર આપવા માંગીએ છીએ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, લુપ્પો કેકમાં કોઈ લકવાગ્રસ્ત ગોળીઓ મળી નથી. આ વિડિયો કોઈએ ભ્રામક્તા ફેલાવવા માટે બનાવ્યો હતો. તેમજ આ પ્રોડક્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. તે માત્ર ઇરાકમાં વેચાય છે. તેથી ભારતમાં આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fact Check: શું લુપ્પો કંપનીની ટેબલેટ ખાવાથી લકવો થવાનું જોખમ છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False