ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો ડિસેમ્બર 2023નો છે. હાલમાં ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની કોઈ મિટિંગ થઈ હોવાની વાત તદ્દન ખોટી છે.

લોકસભાની ચૂંટણીના પરિણામે સમગ્ર દેશને આશ્ચર્યમાં મુક્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં જૂદા-જૂદા પક્ષોને લઈ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુનો એરપોર્ટની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગેસના નેતા ડીકે શિવકુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગેસના નેતા ડીકે શિવકુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસનો ડિસેમ્બર 2023નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં વાયરલ ફૂટેજનો સ્ક્રીનગ્રેબ લઈને રિપોર્ટમાં બંને વચ્ચેની મીટિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. “બેંગલુરુના HAL એરપોર્ટ પર રાજકારણીઓની મિટિંગ. નાયડુ તેમના ગૃહ મતવિસ્તાર, કુપ્પમ તરફ જવા માટે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે બંનેની મુલાકાત થઈ, જ્યારે શિવકુમાર કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે નાગપુર જઈ રહ્યા હતા.

The Indian Express | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને વાયરલ વીડિયો ANIના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. જે ટ્વિટ 28 ડિસેમ્બર 2023ના શેર કરવામાં આવ્યો હતો. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો ડિસેમ્બર 2023નો છે. હાલમાં ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની કોઈ મિટિંગ થઈ હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો જૂનો છે... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Misleading