અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને શ્રીલંકન એરલાઈન્સ દ્વારા અયોધ્યા લાવવામાં આવી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે નથી વાયરલ વિડિયોમાં શ્રીલંકા થી કુશીનગરમાં ભગવાન બુદ્ધના અવશેષો લાવવામાં આવ્યા હતા. આ વિડિયોને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

DrNarendra Soneji નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને શ્રીલંકન એરલાઈન્સ દ્વારા અયોધ્યા લાવવામાં આવી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્કિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ થી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા 20 ઓગસ્ટ 2021ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે ટ્વિટમાં વાયરલ વિડિયોના ફોટો શેર કરવામાં આવ્યા હતા. જે ટ્વિટ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શ્રીલંકાના કેટલાક બૌદ્ધ સંતો બુદ્ધના ધાતુના અવશેષો સાથે કુસીનગર પહોંચ્યા હતા.

Archive

તેમજ અમને ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના પેજ પર વાયરલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 2 અઠવાડિયા પહેલા પ્રકાશિત કરવામાં આવી હતો. જે અનુસાર ઉત્તર પ્રદેશના કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના પ્લેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં શ્રીલંકાના 123 બૌદ્ધોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રીલંકન એરલાઈન્સે પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ સમાચાર પોસ્ટ કર્યા હતા. જે અનુસાર, શ્રીલંકા એરલાઇન્સ કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે કુશીનગર માટે ઉડાન ભરનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય એરલાઇન બની છે. શ્રીલંકા અને ભારત વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરીને આ ફ્લાઈટે ઈતિહાસ રચ્યો છે.

ABP NEWS ચેનલ અનુસાર, કુશીનગરમાં ત્રીજું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ માટે અંદાજિત રૂ. 260 કરોડ ફાળવવામાં આવ્યા છે. અહીં ઉતરનાર પ્રથમ વિમાન શ્રીલંકાનું હશે. આ આયુર્વેદ પૂર્વીય ક્ષેત્રનો નકશો તૈયાર કરશે અને તેને ઝડપથી વિકાસ કરવામાં મદદ કરશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે નથી વાયરલ વિડિયોમાં શ્રીલંકા થી કુશીનગરમાં ભગવાન બુદ્ધના અવશેષો લાવવામાં આવ્યા હતા. આ વિડિયોને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી.

Avatar

Title:અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..?

Fact Check By: Yogesh Karia 

Result: False