શું ખરેખર આ વીડિયો અમેરિકાના વોલમાર્ટનો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

Shailesh Kabariya નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો અમેરિકા માં વોલમાર્ટ આગળ લાગી લાઈનો. આપણા ત્યાં નાની નાની કરિયાણાની દુકાનો હોવાથી આવી પરિસ્થિતિ નથી .જુવો અમેરિકનો ની દશા એટલે આવા મોલ માં ખરીદી બંધ કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વોલમાર્ટનો છે જ્યાં ખરીદી કરવા માટે લાંબી લાઈનો લાગી છે. આ પોસ્ટને 23 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 12 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 7300 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 229 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.13-19_13_20.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વોલમાર્ટનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને SBT Jornalismo નામની એક સમાચાર ચેનલ દ્વારા 30 નવેમ્બર, 2019 ના રોજ યુટ્યુબ પર મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બ્રાઝિલના રેસિફે શહેરમાં આવેલા લોજસ અમેરિકન્સ મોલમાં બ્લેક ફ્રાઈડેના સેલ દરમિયાન લોકો દ્વારા ખરીદી કરવા માટે આ પ્રકારે પડાપડી કરવામાં આવી હતી. વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, બ્લેક ફ્રાઈડેના દિવસે મોલમાં કેટલીક ડિસ્કાઉન્ટ ઓફરો પણ આપવામાં આવતી હોવાથી લોકો દ્વારા તેનો લાભ લેવા માટે મોલમાં ભારે ભીડ જોવા મળે છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો. 

Archive

આજ માહિતી સાથેનો અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો.

TV Cultura Litoral | Plantao Policial

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વમાં અમેરિકાના વોલમાર્ટનો નહીં પરંતુ બ્રાઝિલના મોલનો છે. જેને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વમાં અમેરિકાના વોલમાર્ટનો નહીં પરંતુ બ્રાઝિલના મોલનો છે. જેને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો અમેરિકાના વોલમાર્ટનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •